Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 4
________________ ? દીક્ષા બત્રીશી-એક પરિશીલન ઃ આ પૂર્વેની છેલ્લી બત્રીશીમાં ‘ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું. તે ભિક્ષુ દીક્ષાસંપન્ન હોય તો જ તેને ભિક્ષુ કહેવાય છે. તેથી આ બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. दीक्षा हि श्रेयसो दानादशिवक्षपणात्तथा । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रावतोऽथवा ॥२८-१॥ અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનમાં દીક્ષાનું જે મહત્વ છે તેનો ખ્યાલ આપણને છે જ. દિક્ષા વિના મુક્તિ થતી ન હોવાથી દીક્ષાનો મહિમા આપણને સર્વ રીતે સમજાયો નથી-એવું નથી. મુતિ માટે અનન્ય સાધનભૂત દીક્ષાનું મહત્ત્વ નિર્વિવાદ છે. એ પરમતારક દીક્ષાની પ્રાપ્તિ અનેકવાર થવા છતાં મુતિની પ્રાપ્તિ આજ સુધી ન થઈ, એનું કારણ એક જ છે કે અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા અને આપણે આરાધેલી દીક્ષા-એ બેના સ્વરૂપમાં ખૂબ જ મોટું અન્તર હતું. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ દીક્ષાનું પારમાર્થિક સ્વરૂપ સમજાવીને એ અન્તર જણાવવાનું કાર્ય આ બત્રીશીમાં ક્યું છે. મુમુક્ષુ આત્માઓ એ અન્તરને સમજી લે તો ચોક્કસ જ એમની દીક્ષા, અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા સ્વરૂપ બની શકશે. મોક્ષપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે-એ મુમુક્ષુઓને સમજાવવું પડે એમ નથી. ' શ્રેય -મોક્ષને આપતી હોવાથી અને અશિવનો ક્ષય કરતી હોવાથી દીક્ષાને દીક્ષા કહેવાય છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 74