Book Title: Dharmaratnakarandaka
Author(s): Vardhmansuri, Munichandravijay
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
સમ્રાટ આ. નેમિસૂરિ મ. સા. ના સમુદાયના) વિદ્વદ્દવર્ય મુનિરાજથી મહાબોધિવિજયજી (આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન), વિદ્વર્ય મુનિરાજશ્રી હર્ષતિલકવિજયજી (વર્ધમાન તપોનિધિ આ. ભ. રાજતિલકસૂરિ મ. સા. ના શિષ્ય) આદિના અને વિવિધ સમુદાયના સાધ્વીજી મહારાજ, પં. રજનીભાઈ વગેરેએ ઘણી સહાય કરી છે.
વિવિધ જ્ઞાનભંડારોના કાર્યવાહકોએ હસ્તલિખિત પ્રત કે એની ઝેરોક્ષ કોપી આપવાની ઉદારતા બતાવી સંશોધન કાર્ય સરળ બનાવ્યું છે.
શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રીસર્ચ સેન્ટર' સંસ્થાના ટ્રસ્ટીશ્રી અજયભાઈ વગેરેએ આ ગ્રંથ સંસ્થા દ્વારા પ્રગટ કરવા નિર્ણય કરી સંસ્થાના જ કોમ્યુટરો દ્વારા ગ્રંથના મુદ્રણ અંગેની પ્રક્રિયા ચાલુ કરાવી શ્રુતભકિતનું સુંદર કાર્ય કર્યું છે. શ્રી ભીલડીયાજી તીર્થ કમીટીએ શાનદ્રવ્યનો સદ્વ્યય પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનમાં દ્રવ્ય સહાય કરીને કર્યો છે.
શારદાબેન ચી. એ. પી. સેન્ટરના ડાયરેકટર પં. શ્રી જિતેન્દ્રકુમાર બાબુલાલ શાહે પ્રારંભથી જ ગ્રંથનું મુદ્રણ સુંદર અને સુઘડ બને એ માટે પૂરતી ચીવટ રાખી છે. જોઈએ તેટલીવાર રૂફો કાઢી આપ્યા છે. અને ઘણી બાબતોમાં માર્ગદર્શન આપ્યું છે. શ્રી પ્રકાશ પાંડેયજીએ પણ સુંદર સહયોગ આપ્યો છે.
આ બધાના સહયોગને કારણે પ્રસ્તુત ગ્રંથનું સંપાદનકાર્ય અમે સરળતાથી કરી શક્યા છીએ. આ ગ્રંથના સંપાદનકાર્યમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ થયું હોય તો મિચ્છામિ દુક્કડં. અભ્યાસીઓ આ ગ્રંથોનો સુંદર ઉપયોગ કરી આત્મકલ્યાણને વરે એજ મંગળ કામના.
યુગ મહર્ષિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. ના વિનય
૫ મુનિચન્દ્રવિજયજી ગણી.
જૈન ઉપાશ્રય મુ. દસાડા વાયા વિરમગામ વિ. સં. ૨૦૫૦ ફા. સુ. ૧ તા. ૧૩-૩-૧૯૯૪
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org