Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ ભારતીય સંસ્કૃતિને દિવ્ય સંદેશ ૨૩૧ અને જે વધારે હોય તે તેને દાનસ્વરૂપે સઉપગ કરવો જોઈએ. આમ ભારતીય સંસ્કૃતિમાં નિસર્ગિક રૂપથી સામ્યવાદને સ્વર ઝંકાર કરી રહ્યો છે. બીજા દેશ ભલે તે આર્થિક, રાજનૈતિક તથા વૈજ્ઞાનિક દષ્ટિએ સંપન્ન હોય પણ ભારતવર્ષને સાંસ્કૃતિક અર્થાત આધ્યાત્મિક વૈભવ માત્ર ભારતવર્ષની જ નહીં પરંતુ આખાયે વિશ્વની ને માનવમાત્રની બહુમૂલ્ય સંપત્તિ છે. વિશ્વમાં જે વખતે વિજ્ઞાનની જેમ જ આધ્યામિક વિજ્ઞાનને આદર થવા લાગશે તે જ વખતે માનવ સમાજની સમસ્ત દુઃખ અને કલેશેની નરકવાળાએ શાંત થઈ જશે. જયારે આધ્યાત્મિક વિજ્ઞાન વિકાસનાં સર્વોત્તમ શિખર ઉપર પહોંચશે તે રાજ્યનીતિ પણ ધર્મપ્રધાન બનશે અને સમસ્ત વિશ્વ એક રાષ્ટ્ર જેવું બનશે. તથા બધા દેશે એક જ રાષ્ટ્રના ભિન્ન ભિન્ન પ્રાંતની જેમ એક જ રાષ્ટ્રનાં અભિન્ન અંગે થશે અને તેનાં રહેવાસીઓ સમસ્ત માનવસમાજ એક જ રાષ્ટ્રનાં નાગરિક બનશે. એક જ સત્યને પ્રેમના સંબંધથી સારી માનવજાત અને બધા ધર્મો તથા માનવ સંસ્કૃતિ પણ એક જ થશે. આ જ માનવસંસારની પૂર્ણ સફળતા છે. એકવાર સારીયે માનવસૃષ્ટિ જે અહિંસાની સુખદ છાયામાં બેસીને ભારતીય સંસ્કૃતિની અધ્યાત્મરૂપ અમૃતરસધારાનું પાન કરશે તે તે અભય ને અમર બની જશે. તે સમયે એક જ ધર્મમય શાસનતંત્ર એક જ સર્વશ્રેષ્ઠ મહાત્માની જેમ ધર્મજ્ઞ-શાસક અને એક જ દેશની પ્રજાના જેવાં બંધુત્વ ભાવથી સમસ્ત માનવજાત રહેશે તો પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300