Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 384
________________ ૩૫૩ વ્યાખ્યાન વીરાણું મહાપાપના ભાગીદાર બને છે. પણ એને ખ્યાલ નથી કે આ દુખમય સંસારમાં સાર શું છે? અનાદિકાળથી સંસારને ભેગવટો કર્યો અનંતા જન્મ મરણ કર્યા, અનંતીવાર દુર્ગતિના દુઃખે પામ્યા, ઘણુ ખાધું, ઘણું પીધું અને ઘણું ભેગવ્યું, પણ પરિણામ શૂન્ય, સાથે શુ આવે છે? બધું મૂકીને રવાના થવું પડે છે, સાથે આવે છે પાપના ભારા, જે જનમ-જનમમાં તારાજ કરે છે. આપણે તે બીજાની ભાવનાને ચઢાવવાનો પ્રયત્ન કરે જોઈએ અને કહેવું જોઈએ કે-લાઈ! તમને ધન્ય છે અને અમને ધિક્કાર છે કે અમારાથી છૂટતું નથી, તમે સંસાર છેડીને કલ્યાણ કરવા તૈયાર થયા છે-બલિહારી છે તમારી, સંસાર તે ઝેર છે, પાપની ભઠ્ઠી છે. ચારિત્ર વિના કેઈની મુક્તિ થઈ નથી. જ્યારે ને ત્યારે કલ્યાણ કરવું હશે તે ચારિત્ર લીધા વિના છૂટકે નથી. તે પછી નાહક આ સંસારમાં ચાર ગતિના ચક્કરમાં શા માટે આથડવું? જેમ બને તેમ વહેલી તકે કલ્યાણ કેમ ન કરવું? શ્રી તીર્થકર દે, ચક્રવતિઓ, બલદે, રાજા મહારાજાએ અને શેઠ શાહુકારોએ પણ આ પવિત્ર ચારિત્રના મંગળ માગે જ પ્રયાણ કરી કલ્યાણ કર્યું છે. આ દેવદુર્લભ માનવભવની કિંમત ત્યાગમાં છે, ભેગમાં નથી. દેવો અને દાનવે પણ આ માવભવ એટલા જ માટે ઝંખે છે કે અમે માનવભવ મેળવી ચારિત્રની-ત્યાગધર્મની આરાધના કરી મુક્તિગામી બનીએ! ૨૩

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386