Book Title: Dharm Sangrahani Part 01 Author(s): Ajitshekharsuri Publisher: Divyadarshan Trust View full book textPage 4
________________ ક્લિાઓ, અસરપાત્ર આત્મા, ફળભૂત મોક્ષ, એનો પ્રતિપક્ષ સંસાર વગેરે પદાર્થોની એટલી સુંદર છણાવટ કરી છે કે આ બધી ગૂંચ દૂર થાય અને બધા પોતાની શક્તિ મુજબ આ લ્યાણમાં પ્રવૃત્ત થઈ શકે. તેથી જ કસ, ઝ, તાપ અને તાડનરૂપ ચાર પરીક્ષામાં જિન ભાષિત ધર્મ સુવર્ણવત્ અણિશુદ્ધ ઉત્તીર્ણ થાય છે. આ બધી વિચારણા આ ધર્મ (પ્રતિપાદક) સંગ્રહણિ ગ્રંથમાં મૂળકાર/ટીકાકાર આચાર્યવયોએ સકૌશલ નિરૂપી છે. આ ગ્રંથમાં “ધ ધાતુથી બનેલા ધર્મ શબ્દની વ્યુત્પત્તિને નજરમાં રાખી અને આત્મલ્યાણને લક્ષમાં રાખી (૧) દુર્ગતિ-ગમનથી અટકાવે તે અને (૨) શિવગતિમાં ધારી–સ્થાપી રાખે તે ધર્મ એવો અર્થ ર્યો છે. આ ધર્મના બે સ્વરૂપ બતાવ્યા (૧) પુણ્યકર્મરૂપ અને (૨) આત્મસ્વભાવરૂપ. એમાં ચૌદમાં ગુણસ્થાને શૈલેરીકરણના ચરમસમયે રહેલો આત્મધર્મ ધર્મા–ધર્મના ક્ષયમાં હેતુ હોવાથી મુખ્ય ધર્મ છે, બાકીના ધર્મો તે જ ધર્મના સાક્ષાત-પરંપરાએ સાધક ધર્મો છે. આ ધર્મ શબ્દ પર અન્ય ગ્રંથાદિમાં પણ અનેકવિધ વિચારણાઓ થઈ છે. જેમકે લોથ્યવહારને મુખ્ય માનતા વ્યવહારનયથી બાહ્ય શુભ આચાર-જ્યિા–અનુષ્ઠાન ધર્મરૂપ છે. જીવની આંતરિક શુભાશુભ પરિણતિના ગ્રાઉપર જ નજર રાખતા નિરચયમતે કર્માશથી બિસ્કુલ અસર નહીં પામેલો, ક્ષાયિભાવથી સહજ બનેલો અને તેથી આત્મસ્વભાવભૂત શુદ્ધ પરિણામ જ શુદ્ધ ધર્મરૂપ છે. ક્ષયોપશમભાવનો–કર્માશથી કાંક પ્રભાવિત થવાથી અપૂર્ણતાને વરેલો શુભપરિણામ અશુદ્ધ ધર્મ છે. બાહ્ય ક્યિા–આચાર–અનુષ્ઠાનો આ શુદ્ધા–શુદ્ધ ધર્મમાં સહાયક–નિમિત્તભૂત બનતા હોવાથી પ્રધાન દ્રવ્યધર્મરૂપ છે. અભવ્યોની શુભ ક્યિા–આચાર વગેરે આ શુદ્ધા–શુદ્ધ ધર્મમાં કારણ બનતા ન હોવાથી અપ્રધાન દ્રવ્યધર્મ છે. એજ પ્રમાણે મુખ્યરૂપે પુણ્યમાં કારણ બનતો ધર્મ સાશ્રવધર્મ અને નિર્જરામાં કારણ બનતો ધર્મ નિરાશ્રવધર્મ એવા પણ ધર્મના ભેદ પડે છે. ધર્મબિંદુ જેવા ગ્રન્થોમાં ન્યાયસંપન્ન-વૈભવવગેરે માર્ગાનુસારીના ગુણોને સામાન્યધર્મરૂપ અને સાધુ-શ્રાવના વ્રતોને વિશેષધર્મરૂપે બતાવ્યા છે. એ જ રીતે અન્યત્ર સાધુધર્મ અને ગૃહધર્મ એમ બે આરાધ્ય ધર્મ બતાવ્યા છે. આમ અનેક પ્રકારે ધર્મની વિચારણા થઈ શકે છે. “ધર્મ એટલે ગતિમાં સહાયક દ્રવ્ય એ ધર્માસ્તિકાય સ્થળે અર્થ છે. જીવવગેરે દ્રવ્યના સ્વભાવ, સ્વરૂપ, ગુણ, પર્યાય (-પરિણામ–અવસ્થા) શનિવગેરે માટે પણ ધર્મ શબ્દ ઉપયુક્ત થાય છે, જેમકે ઊર્ધ્વગમન ધૂમાડાનો ધર્મ (=સ્વભાવ) છે. અમૂર્તપણે આકાશનો ધર્મ(સ્વરૂ૫) છે. ક્ષમા વગેરે આત્માના ધર્મો(ગુણ) છે. કુંડળ વગેરે સોનાના ધર્મ(પર્યાય-પરિણામ) છે. બાળવું એ અગ્નિનો ધર્મ(શક્તિ) છે. ઈત્યાદિ આ બધા અવાળા ધર્મના દ્રવ્યસાથેના સંબંધના વિષયમાં પણ એકાંતવાદીઓ પરસ્પરના એકાંતસામે લડે છે. જ્યારે સત્યસ્વરૂપદર્શન જૈનમત-સ્યાદ્વાદ સિદ્ધાન્ત બતાવે છે. આ અંગે પણ વિવિધ સ્થળે રસપ્રદ ચર્ચાઓ મૂળકારશ્રી તથા ટીકાકારશ્રીએ ઉઠાવી છે. આવા અનેકાનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચાઓ હોવાથી જ આ ગ્રન્થની મૂળગાથાઓ ૧૩૯ સુધી અને ટીકાગ્રંથ લગભગ ૧૦,૦૦૦ શ્લોક પ્રમાણ સુધી પહોંચ્યો છે. એમાં પ્રથમભાગમાં પ૪પ ગાથા + ટીકા છે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા સૂરિપુરંદર આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ મૂળ ગાથાકાર છે, તો સમર્થઆગમ ટીકાકાર આચાર્યદેવશ્રી મલયગિરિસૂરિજી ટીકાકાર છે. આ બન્ને પૂજ્યોના જીવનક્વન વગેરે વિરોષ વાતો દ્વિતીય ભાગની પ્રસ્તાવનામાં લેવાની ગણત્રી હોવાથી એ બાબતમાં અહીં વિશેષથી સર્યું. વાદ–યુદ્ધભૂમિરૂપ આ ગ્રન્થ આપણા માટે તો બે મિઠાઇવાળાની લડાઈમાં પ્રેક્ષકને તો મિઠાઇની મિજબાની મળે, તેવો છે, કેમકે આ ગ્રંથના અવગાહન–સ્વાધ્યાયથી (૧) અનેક વિષયો પર તર્ક, અનુમાન, આગમના બળપર ઊંડાણથી અવગાહન કરી તાત્પર્યાર્થ પામવાનો અદ્વિતીય માર્ગ પ્રાપ્ત થાય છે, (૨) તમામ કસોટીમાં અણિશુદ્ધ, અને આલોક-પરલોક્ના તમામ જીવનવ્યવહારમાં શાંતિ-સમૃદ્ધિ-સમાધિના મહાસાગરમાં ઝીલાવતા સ્વાદના સિદ્ધાંતને બતાવનારી જિનાજ્ઞા પર બહુમાન–શ્રયભાવ પેદા કરવાનો સોનેરી સન્માર્ગ જડે છે, (૩) તીણ બુદ્ધિવાળા અન્ય દર્શનકારોની એક એકાન્તના કારણે થઈ જતી ગંભીર ભૂલોના દર્શનથી સ્વયંને સાવધાન બનવાનો અવસર મળે છે. તત્વવિનોદ અને ધર્મશ્રદ્ધા જ બહુમાન-સભાવ થના સીધા સાથ" અરણે થઇ જતી પ. પૂ. સ્વ. સિદ્ધાન્તમહોઈ, સુવિશુદ્ધબ્રહ્મચર્યનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ, પરમશાસનપ્રભાવક, સંઘહિતચિંતક, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ તમામચર્ચા-વિચારણા-વાદોના એક સાર-તત્વ–નવનીતભૂત અનેકાન્તની સિદ્ધિને આત્મસાત્ કરી પ્રવચનપરબથી પીરસવામાં કુશળ-પરમગુદૈવ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ મારા સંયમજીવનના પ્રાણદાતા છે, તેઓશ્રીની પ્રેરણાકૃપાની અમીવૃષ્ટિથી જ આ મહાગ્રન્થના ગુર્જરીનુવાદના મહાકાર્યને સંપન્ન કરવા અલ્પમતિ હું સમર્થ બન્યો છું. આ ક્ષણે પૂજ્યપાદ કર્મસાહિત્યનિષ્ણાત, જિનબિંબચંદ્રચકોર, સહજાનંદી સ્વ. પ્રદાદા ગુસ્વર્ય આચાર્યદેવ શ્રી વિ. ધર્મજિત સૂરીશ્વરજી મહારાજ, પરમાત્મભક્તિસાગરમરજીવા, ચારવાર સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધક દાદાગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિ. જયશેખર સૂરીશ્વરજી મહારાજ, તથા વિદ્વર્ય, ન્યાયકુશાગ્રબુદ્ધિ, ચિંતનગગનવિહંગમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી અભયશેખર વિજયજી મહારાજના અદ્યાવધિ થયેલા અનેકવિધ ઉપકારોની પરંપરાને કેમ ભૂલી શકાય....? સિદ્ધાન્તદિવાકર, આગમમાનસરોવર–રાજહંસ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજ તથા વિર્ય તર્ક-સુવર્ણનિષભૂમિ પૂજ્યપાદ જયસુંદર વિજયજી મહારાજ પણ સ્મરણીય છે, કેમકે અનેક ગૂઢ પ્રશન સ્થળોએ પોતાની પ્રતિભાથી સચોટ ઉત્તર–માર્ગદર્શન આપી મને વારંવાર તાર્થ ક્ય છે. | મુખ્ય વિરોષતા આ અનુવાદની એ છે કે સંયમાગ્નિ-વિશુદ્ધમૂર્તિ, વિદ્રર્ય પૂજ્યપાદ ગણિવર્ય શ્રી કુલચંદ્ર વિજયજી ગણિવર્ય પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞાથી અને અથક ખંતથી આ સમગ્ર અનુવાદગ્રંથને તપાસી ગયા છે. સુધારા-વધારા-સુયોગ્ય સૂચન, માર્ગદર્શન, વિશેષ માહિતિ વગેરેથી આ ગ્રંથને માત્ર સુવર્ણરૂપ નહીં, પણ સુગંધ ભળેલા સુવર્ણરૂપ બનાવ્યો છે. તેઓશ્રીની સરળતા, ઋતભક્તિ, તમામ રીતે સહાય થવાની વૃત્તિવગેરે આદર્શ ગણો મારે માટે અનુવાદકાર્યમાં શક્તિ પૂરનારી B Complex ની ટેબલેટ્સ સમા બની ગયા. ચારિત્ર પર્યાયથી મોટા હોવા છતાં દરેક કાર્યમાં સદા સહાયક બનેલા વિદ્વાન તપસ્વી મુનિરાજ શ્રી દિવ્યરત્ન વિજયજી મહારાજ અને વિદ્વાન સંયમી સહાયગુણવરેલા મુનિવર શ્રી વિમલબોધિ વિજયજી મહારાજ પણ ખાસ ઉલ્લેખપાત્ર છે, કેમકે આ અનુવાદ ગ્રન્થના સર્જનમાં તેઓનો મોટો ફાળો છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 292