Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 157
________________ ૧૫૦ / ધન્ય આ ધરતી મોઢિયું : (૧) વાંસનો ૫ ઈંચ ઊંચો ૨ ઈંચ થી ૩ ઈંચ પહોળો, નીચે સાંધાવાળો, કટકો લઈ એની ઉપરના ભાગમાં ૧ ઈંચ જેટલો U આકાર કાપી લો. (૨) આ કાપેલા છેડાઓમાં ત્રાક ખોસવા ૧૦૦ ને ખુણે ઢળતાં કાણાં પાડો. ત્રાકની અણીને જ્યોત પર તપાવી તેનાથી કાણાં પડી શકાય. (જો કાણાં પાડતાં ન ફાવે તો છેડાઓમાં ઉપરથી ચીરીને ફાડચ પાડો.) (૩) આ કાણાંની અંદર ત્રાક સહેલાઈથી ફરે તે માટે એમાં સાઇકલના પૈડાના સળિયા ઉપર આવતી નીપલ અથવા બોલપેનની પહોળી રીફીલનો ટુકડો મૂકો. દૂરનાં ગામડાંમાં આવું કંઈ ન મળે તો કોઈ પતરાંમાંથી ભૂંગળી અથવા તારમાંથી સ્પ્રિંગ બનાવીને મૂકો. કાંતતી વખતે તેમાં તેલ કે ઘાસતેલનું ટીપું મૂકો. (૪) મોઢિયામાં નીચે દાંડો ખોસવા કાણું પાડો. (૫) મોઢિયાની બેઠકમાં વાંસનો સાંધો હોવો જરૂરી છે, નહીં તો વાંસ ફાટી જશે. પટ્ટી : (૧) વાંસની કે લાકડાની ૨ ફૂટ લાંબી અને ૢ ઇંચ પહોળી પટ્ટી લો. (૨) નકામી સાઇકલ ટ્યૂબમાંથી ૧ ફૂટ લાંબી અને ૐ ઇંચ પહોળી પટ્ટી કાપી, તેને ખેંચીને વાંસની પટ્ટીને બે છેડે બાંધી દો. સરળ ઘર્ષણ માટે બહારની બાજુ કાનસ કે છીણી જેવું ઘસીને બરછટ બનાવો. ત્રાક : (૩) તૂટેલી સાઇકલના પૈડા કે છત્રીમાંથી ૭ ઇંચ લાંબો સળિયો લઈ કાનસથી છેડા પર અણી કરો. (૪) ત્રાકની ચકતી વજનમાં ભારે હોવી જરૂરી છે. તે બનાવવા માટીના કુંડા કે સિમેન્ટના ટાઇલ કે ધાતુમાંથી ૧ ઇંચનું ગોળ કાપવું પડે. પણ સરળ રીત એ છે કે ૧ ઇંચની રિંગ મૂકી તેમાં વચ્ચે કાણા માટે સળી રાખી આજુબાજુ સિમેન્ટ જમાવી તે સુકાતાં ચકતી કાઢી લો. સિમેન્ટ ન મળે તો માટી જમાવી, ચકતી કાઢી તેને ચૂલામાં તપાવી લો. આ ચકતીને ત્રાક પર રૂ અને ગુંદરથી ચોંટાડી દો. ન (૫) ત્રાકની પાછળની બાજુએ મણકો કે નાનું ગોળ રબર કે લાકડું ભેરવો. દાંડો : (૬) મોઢિયામાં નીચે ૨ ફૂટ લાંબો વાંસનો કે લાકડાનો દંડો ખોસો જેથી કાંતતી વખતે એનો બીજો છેડો પગ નીચે રાખી મોઢિયાને કંટ્રોલમાં રાખી શકાય. પૂણી : (૭) ટૂંકા તાંતણનું રૂ સસ્તું તેમ જ કાંતવામાં સહેલું પડશે. બસ, રેંટિયો તૈયાર. પટ્ટી મોઢિયામાંથી ત્રાક ઉપર દબાવીને ખેંચવાથી ત્રાક ખૂબ ઝડપથી ફરશે અને સુંદર સૂતર ઝડપથી કંતાશે. જો વાંસનો ટુકડો ન મળે તો બીજા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે Y આકારની ઝાડની ડાળી લઈને પણ તેમાંથી ઉપરની જ રીતે રેંટિયો બની શકે. આ માટે ડાળીના Y આકારમાં ઉપરનો ભાગ U આકારનો હોવો જરૂરી છે, નહીં તો ત્રાકની ચકતી ડાળી સાથે અથડાય. ફાળકો : ત્રાક સૂતરથી ભરાઈ જાય ત્યારે સૂતર ફાળકા પર ઉતારી લો. એ માટે (૧) ફાળકાનો ઘેરાવો ૧ મીટરનો હોય તો ગણતરી માટે ઉપયોગી બને. એ માટે ૧૪ ઇંચની વાંસની કે લાકડાની બે પટ્ટી લઈ તેમને વચ્ચેથી છોલીને એકબીજામાં ફીટ કરી વચ્ચે કાણું પાડો. ત્રાકના સૂતરનો છેડો ફાળકાની ઘડી પર વીંટાળી ફાળકો વચ્ચેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162