Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 449
________________ ४०४ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् उस्सग्गेण निसिद्धाणि जाणि दव्वाणि संथरे जइणो । कारणजाए जाए अववाए ताणि कप्पंति।।१३० ।। આપત્તિ વગેરે ન હોય તેવી અવસ્થામાં સાધુઓને ઉત્સર્ગ માર્ગથી જે દ્રવ્યો ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે દ્રવ્યો આપત્તિ આદિ ઉપસ્થિત થાય તો અપવાદ માર્ગે ગ્રહણ કરવા કહ્યું છે. ૧૩૦ पुढवाइसु आसेवा उपने कारणंमि जयणाए। मिगरहियस्स ठियस्सा अववाओ होइ नायव्वो।।१३१ ।। ગ્લાન સાધુની સેવામાં રહેલા ગીતાર્થ મુનિને ગાઢ કારણ ઉત્પન્ન થાય, ત્યારે પૂર્વોક્ત યતનાથી અજ્ઞાન સાધુઓ ન જાણે તે રીતે, પૃથ્વીકાયાદિના આસેવન સ્વરૂપ અપવાદમાર્ગ પણ આચરવાનો હોય છે, એમ જાણવું. ૧૩૧ बहुवित्थरमुस्सग्गं बहुविहमववाय वित्थरं णाउं । लंघेऊणुत्तविहिं बहुगुणजुत्तं करेज्जाहि ।।१३२।। ઉત્સર્ગ માર્ગના અનેક પ્રકાર છે અને અપવાદમાર્ગ તો અનેકાનેક પ્રકારનો છે. તેથી પૂર્વોક્ત પિડની વિધિને નિશીથાદિ ગ્રંથોમાંથી જાણ્યા બાદ લાભ-હાનિની તુલના કરીને-સંયમની શુદ્ધિ માટે ઘણા ગુણથી યુક્ત હોય તે કરવું જોઈએ. ૧૩૨ मूलोत्तरगुणसुद्धं थीपसुपंडगविवज्जियं वसहिं । सेविज्ज सव्वकालं विवज्जए हुंति दोसा उ।।१३३।। વસતિ-વિચાર : મુનિએ સદાને માટે મૂલગુણ અને ઉત્તરગુણથી શુદ્ધ તથા સ્ત્રી, પશુ, નપુંસકાદિના સંસર્ગ વિનાની વસતિનું સેવન કરવું અર્થાત્ ઉપર્યુક્ત ગુણવાળી વસતિમાં રહીને રત્નત્રયીની આરાધના કરવી, કારણ કે, ઉપર્યુક્ત ગુણયુક્ત વસતિનું સેવન ન કરવાથી દોષો પેદા થાય છે. ૧૩૩ जन नयट्ठा कीयं नेय वुयं नेय गहियमनेणं । आहडपामिचं वज्जिऊण तं कप्पए वत्थं ।।१३४।। વસ્ત્ર-વિચાર : સાધુના નિમિત્તે જે ખરીદ કરાયું ન હોય, વણાયું ન હોય અને અન્ય વસ્તુ આપીને ગ્રહણ કરાયું ન હોય તથા આહત અને પ્રામિત્ય દોષ વિનાનું હોય, એવું નિર્દોષ વસ્ત્ર સાધુને લેવું કહ્યું છે. ૧૩૪ तुंबय-दारुय-मट्टीपत्तं कम्माइदोसपरिमुक्कं । उत्तम-मज्झ-जहनं जईण भणियं जिणवरेहिं।।१३५।।

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512