Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે સમગ્ર કેશ સમાપ્ત થયેલ અને તેની સુંદર હસ્તલિખિત પ્રત લઈ શ્રી. છોટાલાલ અમદાવાદ આવ્યા. તેમના પર આ સમયે વૃદ્ધાવસ્થાની પરિપૂર્ણ અસર થઈ હતી. અને આખે મોતીઓ આવી ગયા હતા. તેમના આવ્યાની ખબર થતાં સદ્દગત સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ તેમને મળવા આવ્યા અને સદગત શ્રી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ પણ ત્યાં હાજર હતા. બને સાક્ષરે ઘણે વર્ષે મળ્યા અને શ્રી. ધ્રુવે દર્શનશાસ્ત્રના કેશમાંથી કેટલાક પરિભાષિક શબ્દની વ્યાખ્યા સાંભળવા ઉત્સુકતા દર્શાવી. તે ઉપરથી મોક્ષ, ઉપાધિ, અધ્યાપ વગેરે શબ્દની વ્યાખ્યાઓ વાંચી સંભળાવવામાં આવી અને શ્રી ધ્રુવે અત્યંત આનંદ પ્રકટ કરતાં તે ગ્રંથનું “ન્યાયવેદાન્તાદિ શાસ્ત્રોના પારિભાષિક શબ્દોને કેશ” એવું મૂળ નામ બદલી “દાર્શનિક કેશ” રાખવા સૂચન કર્યું, જેમાં શ્રી છોટાલાલ સંમત થતાં તે નામથી કેશ છપાવવાને માટે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને સુપ્રત કરવામાં આવ્યું. પ્રસંગોપાત વાત નીકળતાં શ્રી ધ્રુવે કેશની પ્રસ્તાવના સ્વરૂપે સંપાદકશ્રીએ કંઈક લખવું જોઈએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, પરંતુ શ્રી છોટાલાલ સ્વાથ્ય સુધરતાં લખવાની ઈચ્છા રાખતા હોવા છતાં, અત્યંત અશક્તિ અને આંખે વળતી જાખને લીધે તે લખી શક્યા ન હતા. આથી કયા કયા ગ્રંથોમાંથી તેઓશ્રીએ વ્યાખ્યાઓની તારવણી કરી છે તે સર્વ ગ્રંથની સૂચિ આ ગ્રંથમાં નિવેશિત કરી શકાઈ નથી. ફક્ત જેટલા ગ્રંથે આ કોશમાં અવારનવાર સૂચવ્યા છે તેની ટુંકી યાદી આપવામાં આવી છે. દાર્શનિક કેશ તેના સંપૂર્ણ સ્વરૂપે આજે ગુજર જનતાની સમક્ષ પ્રકટ થાય છે. તે એક અપૂર્વ માંગલિક પ્રસંગ છે. આ કેશને અભ્યાસક એ વસ્તુ તે કબૂલ કરશેજ કે તેનાથી ગુજરાતી ભાષામાં રહેલી એક જબરી ન્યૂનતા પૂરાઈ છે. આ કેસમાં ચિસુખી, અદ્વૈતસિદ્ધિ, વ્યુત્પત્તિવાદ, ન્યાયમકરન્દ જેવા મહાન ગ્રંથને આધાર લેવામાં આવ્યું છે. તથા તે તે ગ્રંથની વ્યાખ્યાઓને સરળતાથી હૃદયંગમ નિવડે તે પ્રકારે પ્રકટ કરવામાં આવી છે. જે તેની વિશિષ્ટતાનું સૂચક ચિહન છે. તત્ત્વજ્ઞાનને વિષય અતિ ગહન તથા ગૂઢ પરિભાષાઓથી યુક્ત હવાને અંગે આ પ્રકારના કેશની અપરિહાર્ય આવશ્યકતા હતી, અને તેની બેટ પૂરી સંપાદકશ્રીએ ભવિષ્યની પ્રજાની પ્રગતિના માર્ગ તરફ મંગલસૂચક અંગુલિનિર્દેશ કર્યો છે. સ્થળે સ્થળે લેખકની અપૂર્વ લાક્ષણિક સ્પષ્ટીકરણ શક્તિ પ્રતિબિંબિત થયેલી જેવામાં આવે છે, જેની પ્રતીતિ “અન્યથાસિદ્ધિ”, “લક્ષણ”, “તક ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 134