Book Title: Dandak Ek Adhyayan
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Madani

View full book text
Previous | Next

Page 593
________________ કોઈ સ્ત્રીવેદી નિરંતર સ્ત્રીવેદી બની રહે છે. જેમ કોઈ મનુષ્યણી અથવા તિર્થચણીમાં ક્રોડ પૂર્વની સ્થિતિવાળા પાંચ ભવ કરીને પૂર્વોક્ત પ્રકારની ઈશાનકલ્પમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પરિગૃહિતા દેવીઓમાં ઉત્પન્ન થાય. અપરિગૃહિતામાં નહિ. એવી અવસ્થામાં ૧૮ પલ્યોપમ કરોડપૂર્વ પૃથક્સ્ડ અધિક સુધી સ્ત્રીવેદનું રહેવું સિદ્ધ થાય છે. ત્રીજા આદેશથી જન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ક્સ અધિક ચૌદ પલ્યોપમ સુધી સ્ત્રીવેદી જીવ સ્ત્રીવેદી રહે છે. આ આદેશમાં સૌધર્મ કલ્પમાં, ૭ પલ્યોપમની ઉત્કૃષ્ટ આયુવાળી પરિગ્રહિતા દેવીઓમાં બે વાર ઉત્પન્ન થવાની વિવક્ષા કરાઈ છે. તેથી બે ભવ દેવીના - મળીને ૧૪ પલ્યોપમ અને મનુષ્યણી અથવા તિર્યંચણીના ભવોના પૃથક્વ કરોડપૂર્વ અધિક ૧૪ પલ્યોપમ સુધી સ્ત્રીવેદનું નિરંતર અસ્તિત્વ સિદ્ધ થાય છે. ચોથા આદેશ અનુસાર જઘન્ય ૧ સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ક્સ અધિક ૧૦૦ પલ્યોપમ સુધી સ્ત્રીવેદી જીવ નિરંતર સ્ત્રીવેદી બની રહે છે. આ આદેશમાં સૌધર્મ દેવલોકમાં ૫૦-૫૦ પલ્યોપમની સ્થિતિવાળી અપરિગૃહિતા દેવીઓમાં બે વાર જન્મ લેનાર જીવની વિવક્ષા કરાઈ છે. તે અનુસાર એટલો કાળ સ્ત્રીવેદનું નિરંતર સ્ત્રીવેદ રહેવું સિદ્ધ થાય છે. પાંચમા આદેશ અનુસાર જઘન્ય ૧ સમય સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ત્વ અધિક પલ્યોપમ પૃથક્ક્સ સુધી સ્ત્રીવેદી જીવ નિરંતર સ્ત્રીવેદી રહે છે. કેમકે જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ત્વ અધિક પલ્યોપમ પૃથક્ત્વ સુધી જ સ્ત્રીવેદવાળો રહે છે. તેનાથી અધિક કાળ સુધી નહિ. કેમકે મનુષ્યણી અથવા તિર્યંચણીની અવસ્થા કરોડ પૂર્વની આયુવાળા સાતભવોનો અનુભવ કરીને આઠમા ભવમાં દેવકુરુ આદિમાં ૩ પલ્યોપમની આયુવાળી સ્ત્રીઓમાં સ્ત્રીરૂપ ઉત્પન્ન થઈને તત્પશ્ચાત્ કાળ કરીને સૌધર્મ કલ્પમાં જધન્ય સ્થિતિવાળી દેવીરૂપે ઉત્પન્ન થાય ત્યાર પછી અવશ્ય જીવ અન્યવેદને પ્રાપ્ત કરે છે. અવેદક જીવો : અવેદક જીવો બે પ્રકારના છે. સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. જે જીવ ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરીને અવેદી થઈ જાય છે તે સાદિ અપર્યવસિત ૫૦૦

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632