Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ દાન ૨૨ દાન કહેશે કે સાહેબ, બાર મહિને લાખ રૂપિયા આવ્યા, પણ હાથમાં કશું નથી. તેથી તો કહેવત પડેલીને કે ચોરની મા કોઠીમાં મોટું ઘાલીને રડે ! કોઠીમાં કશું હોય નહીં, તે રડે જ ને ! લક્ષ્મીનો પ્રવાહ દાન છે અને જે સાચું દાન આપનારો છે તે કુદરતી રીતે જ એક્સપર્ટ હોય છે. માણસને જોતાંની સાથે જ સમજી જાય કે ભઈ, જરા એ લાગે છે. એટલે કહે કે ભઈ, છોડીને લગન માટે રોકડા પૈસા નહીં મળે. તારે જે કપડાં-લત્તાં જોઈતાં હોય, બીજું બધું જોઈતું હોય તે લઈ જજે. અને કહેશે કે છોડીને અહીં બોલાવી લાવ. તે છોડીને કપડાંદાગીના બધું આપે. સગાંવહાલાંને ત્યાં મીઠાઈ પોતાને ઘેરથી મોકલાવી આપે. એવો વ્યવહાર બધો સાચવે પણ સમજી જાય કે આ નંગોડ છે. રોકડા હાથમાં આપવા જેવો નથી. એટલે દાન આપનારા ય બહુ એક્સપર્ટ હોય છે. દાત કોને અપાય ? તમે ગરીબને પૈસા આપો ને એની તપાસ કરી તો પાસે પોણો લાખ રૂપિયા પડ્યા હોય. કારણ કે એ લોકો ગરીબોના નામ પર પૈસા ભેગા કરે છે ? બધો વેપાર જ ચાલે છે. દાન તો ક્યાં આપવાનું છે ? જે લોકો માંગતા નથી ને અંદર મહીં કચવાયા કરે છે ને દબઈ દબઈને ચાલે છે એ કોમન માણસો છે ત્યાં આપવાનું છે. એ લોકોને બહુ સપડામણ છે, એ મધ્યમ વર્ગને ! મળસ્કે ચાર વાગે જઈને, બીજે દહાડે ઓઢાડ્યા બધાને, સૂતા હોય ત્યાં જઈને ઓઢાડ્યા. પછી પાંચ-સાત દહાડા પછી ત્યાં પાછો ગયો, ત્યારે ધાબળો-બાબળો કંઈ દેખાતો ન હતો. બધા નવેનવા વેચીને પૈસા લઈ લીધા એ લોકોએ. તે કહું છું કે અલ્યા, ના અપાય આવું. આવું અપાતું હશે ? એમને તો શુક્કરવારીમાંથી જૂના ધાબળા આવે તે લઈને આપીએ. તે એને કોઈ બાપેય વેચાતો લે નહીં, એની પાસેથી. આપણે એને માટે સીત્તેર રૂપિયાનું બજેટ કાઢ્યું હોય એ માણસને માટે, તો સિત્તેરનો એક ધાબળો લાવવો, એના કરતાં જૂના ત્રણ મળતા હોય તો ત્રણ આપવા. ત્રણ ઓઢીને સૂઈ જજે, કોઈ બાપેય લેનારો ના મળે. એટલે આ કાળમાં દાન આપવાનું તે બહુ વિચાર કરીને આપજો. પૈસો મૂળ સ્વભાવથી જ ખોટો છે. દાન આપવામાં ય બહુ વિચાર કરશો ત્યારે દાન અપાશે, નહીં તો દાનેય નહીં અપાય. અને પહેલાં સાચો રૂપિયો હતોને, તે જ્યાં આપો ત્યાં સાચું જ દાન થતું. અત્યારે રોકડો રૂપિયો અપાય નહીં, નિરાંતે કોઈ જગ્યાએથી ખાવાનું લઈ અને વહેંચી દેવું. મીઠાઈ લઈ આવ્યા તો મીઠાઈ વહેંચી દેવી. મીઠાઈનું પડીકું આપીએ તો પેલાને કહેશે, અડધી કિંમતે આપી દે. હવે આ દુનિયાને શું કરીએ ? આપણે નિરાંતે ચેવડો છે, મમરા છે, બધું છે. અને ભજીયાં લઈ અને ભાંગીને આપીએ. લે બા ! વાંધો શો છે ? અને આ દહીં લેતો જા. શા હારુ આમ ભાંગ્યાં કહેશે. એને વહેમ ન પડે એટલા હારુ. દહીં લઈ જા એટલે દહીંવડા થઈ જાય તારે. અલ્યા, પણ શું કરે ત્યારે ? આ તો કંઈક હોવું જોઈએ ને ! આ તો પહોંચી વળાય એવું નથી અને એ માંગવા આવશે તોય આપજે, બા. પણ રોકડા ના આપીશ. નહીં તો દુરુપયોગ થાય છે આ બધો. આપણા દેશમાં જ આ. આ ઈન્ડિયન પઝલને કોઈ સોલ્વ કરી શકે નહીં આખા વર્લ્ડમાં ! દાંત, સમજણ સહિત ! એક જણને મનમાં જ્ઞાન થયું. શું જ્ઞાન થયું કે આ લોકો ટાઢે મરી જતાં હશે. અહીં ઘરમાં ટાઢમાં રહેવાતું નથી. અલ્યા, હિમ પડવાનું થયું. છે ને આ ફૂટપાથવાળાનું શું થશે ? એવું એને જ્ઞાન થયું, આ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાયને ! જ્ઞાન થયું ને એની પાસે સંજોગ સીધા હતા. બેન્કમાં નાણું હતું, તે સો-સવા સો ધાબળા લઈ આવ્યો, હલકી ક્વૉલિટીના ! અને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34