Book Title: Chaud Gunsthanak Part 01 Gunsthanak 1
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવ્યવહાર રાશિવાળા જીવો : ચૌદ રાજલોક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશો ઉપર અસંખ્યાર્તી-અસંખ્યાતા નિગોદના ગોળાઓ રહેલા છે. તે એક એક ગોળાઓમાં અસંખ્યાતી-અસંખ્યાતી નિગોદો રહેલી હોય છે. તે એક એક નિગોદને વિષે અનંતા અનંતા જીવો સદા માટે ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. આ નિગોદના જીવો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો રૂપે હોય છે. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ એટલે અનાદિ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય રૂપે કહેવાય છે. આ જીવો અનાદિકાળથી આ સૂક્ષ્મ નિગોદ રૂપે રહેલા હોય છે. હજી સુધી કોઇવાર પણ તેઓ તેમાંથી બહાર નીકળેલા નથી. આવા જીવોને અવ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. વ્યવહાર રાશીવાળા જીવો ઃ wલા જીવો સકલ કર્મથી રહિત થઇને સિદ્ધિગતિને પામે છે. તેટલા જ જીવો આ અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયપણાને પામે છે તે જીવોને વ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. જ્યારે એક સાથે સિધ્ધિગતિમાં વધારેમાં વધારે ૧૦૮ જીવો જાય છે ત્યારે સૂક્ષ્મ નિગોદમાંથી એક સાથે ૧૦૮ જીવો બહાર નીકળે છે. અને ઓછામાં ઓછો એક જીવ સિધ્ધિગતિને પામતો હોય તો એક જીવ નીકળે છે અને તે જીવ એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાયરૂપે-અકાયરૂપે-તેઉકાયરૂપે-વાયુકાય રૂપે-સાધારણ વનસ્પતિકાય રૂપે-પ્રત્યેક વનસ્પતિકાય રૂપે આ દરેકમાંથી કોઇમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. તે જીવો વ્યવહાર રાશીવાળા જીવો તરીકે ગણાય છે. હવે જે જીવો અવ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે ઉત્પન્ન થયા એમ કહેવાય છે માટે હવે તે વ્યવહાર રાશીમાં આવેલા જીવો વારંવાર સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા કરે તો તે વ્યવહાર રાશીવાળા સાદિ સૂક્ષ્મનિગોદના જીવો રૂપે ગણાય છે પણ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 440