Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૩૧ ક્રિયા-અનુષ્ઠાન જે શાસ્ત્રોમાં કહ્યા છે તે સાધુને ઉદ્દેશીને જ કહ્યા છે. દુi વૃન્દાવૃત્યા - સર્વમMTBનં નાથુમુદ્દિશ્ય યિતે છે એ વચનથી સાધુને અનુયાયી સર્વ અનુષ્ઠાન શ્રાવકને પણ જાણવા. તે ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનની વિધિ પૂર્વે પણ સમ્યત્ત્વકાળમાં માને છે અને આગામી કાળમાં પણ માનશે, પણ મિથ્યાદષ્ટિ તો ક્યારેય માનશે નહીં તે માટે સમ્યગ્દષ્ટિ જીવોને ત્રણ થાયનો નિષેધ અને એકાંતે ચોથી થોયનો આગ્રહરૂપ કદાગ્રહ છોડી દેવો તે યોગ્ય છે. કારણ કે પૂર્વધર તથા પૂર્વધરઅનુયાયી ગ્રંથોમાં સામાન્ય પ્રકારથી ચૈત્યવંદનવિધિમાં ત્રણ થાય કહી છે, પણ ચોથી થાય કહી નથી. તેમજ પૂર્વધર તથા પૂર્વધરઅનુયાયી ગ્રંથોમાં વિશેષ પ્રકારે ચૈત્યવંદનાવિધિ કહી છે તેમાં પણ ત્રણ થાય જ કહી છે, પણ ચોથી થાય કહી નથી.
તે વિશેષવિધિના પાઠ અનુક્રમે લખીએ છીએ. પ્રથમ અમદાવાદ પાંજરાપોળમાં શેઠ જયસિંહભાઈ હઠીસિંહજીના જ્ઞાનભંડારમાં પૂર્વધર તથા પૂર્વાચાર્યકૃત વિક્રમ સંવત ચૌદસોની સાલમાં લખેલી “શ્રી આરાધનાપતાકા ભગવતીસૂત્ર”માં સાધુ-શ્રાવક બંનેને ઉદ્દેશીને વિશેષ પ્રકારથી ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ : गीयत्थाण गुरुणं, पासे चिइवंदणाई दारेहिं । अणसधविहिं पउंजइ, खवगो संवेगभरियंगो ॥४५॥ भीमं अणोरपारं, भवजलहिं दुत्तर कलेऊण । गुरु पाजजुयं नमिउं, कयंजली विनवे खवगो ॥४६॥ आराहणापहवणं, सहिओ निज्जामएहिं पुज्जेहिं । भयवं भवन्नवमहं, दुरुत्तरं तरिओ मिच्छामि ॥४७॥ कारुन्नामयजलही, वायगवसभा भणंति खवगमुणिं । निव्विग्घमुत्तमटुं, साहेहि लहुं महाभाग ॥४८॥ धन्नोसि तुमं सुन्दर, एरिसओ जस्स नित्थओ जाओ ।