Book Title: Chapti Bhari Chokha Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 3
________________ કાનમાં પેસેલો નાનો પણ મચ્છર હાથીના અસ્તિત્વને હચમચાવી નાંખે છે. તેમ મનમાં પેસેલી નાની પણ ઈર્ષા પ્રસન્નતાના પહાડને હચમચાવી નાંખે છે. દોષ નાનો છે કે મોટો એ અગત્યનું નથી; દોષ એ દોષ છે એ અગત્યનું છે. ~ ૧૪ ભગવાન તો કલ્પવૃક્ષ જેવા છે. માંગો તે બધું જ મળે પણ ભગવાન પાસે મેળવવા જેવું શું છે ? ત્રણ ન જીવનમાં દીનતા ન જન્મે. મરણ સમયે સમાધિ રહે. પરલોકમાં ભગવાનનું શાસન મળે આ ત્રણ માંગણીમાં બધું જ સમાઈ ગયું... ≈ રક આગને પાણીથી શાંત કરી શકાય પણ આગથી બળી ગયેલી વસ્તુઓને પાણીથી સજીવન ન કરી શકાય. ક્રોધને અન્ય સાધનોથી શાંત કરી શકાય પણ તેનાથી બળી ગયેલી સદ્ભાવનાઓને જીવંત કરવી ખૂબ કઠણ છે. ક્રોધ કરતાં પહેલાં માણસ આટલો જ વિચાર કરે તો ?... #ગુજ્જ બીજા દ્વારા મળતાં દુઃખથી બચવા માટે ત્રણ વસ્તુ ખ્યાલમાં રાખવી. એક, અન્ય પાસે અપેક્ષા રાખવી નહીં. બે, કદાચ અપેક્ષા રાખી હોય તો તે પૂરી થાય તેવી જિદ રાખવી નહીં. ત્રણ, અપેક્ષા તૂટે ત્યારે વ્યક્તિને દોષિત માનવી નહીં. ~~~Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16