________________
૨૫૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
રીન્યને લઈને સિંહલરાજાના સુભટ સાથે લડવા લાગ્યા તેમ જ પાછળથી ચંદ્રરાજાની સેના આવીને તેના પર આક્રમણ કરે છે. આ પ્રમાણે પરસ્પર યુદ્ધ થતાં ચંદ્ર રાજાના સૌનિકોએ સિંહલરાજાના સૈન્યને પરાજય પમાડયો. સિંહલરાજા બળવાન હોવા છતાં નિસ્તેજ થઈને ત્યાંથી ભાગી ગયો.
નટે પણ પાંજરું ગ્રહણ કરી વિજયવાજિંત્ર વગાડતાં સેના સહિત પોતનપુર નગર તરફ જવા માટે ત્યાંથી નીકળ્યા. કુફ્રેટરાજને જયનાદ સર્વ દિશાઓમાં ફેલાય નટનું અને ચંદ્રરાજાનું સૈન્ય હર્ષિત થયું.
નરોનું પોતનપુરમાં આગમન
અનુક્રમે નિરંતર પ્રયાણ વડે જતાં તે નટો અમરા વતી પુરી સમાન લક્ષમીના નિવાસરૂપ, ધનાઢયેની શ્રેણથી શેભતા મહાવિશાળ પિતાનપુર પાટણે પહોંચ્યા. તે નગરીમાં વેરીઓના સમૂહને દૂર કરનાર જયસિંહ નામે રાજા રાજ કરે છે, તેને દેવ સમાન રૂપવાળ સુબુદ્ધિ નામે મંત્રી છે. તે મંત્રીને રૂપગુણની પેટી હોય એવી ચંદ્ર સમાન મુખવાળી મજૂ નામે પત્ની છે. તેને યૌવનથી દીપતી મને હર રૂપ અને ગુણથી વિભૂષિત લીલાવતી નામે પુત્રી છે, એને જોઈને આજે પણ અપ્સરાઓને સમૂહ અનિમેષપણાને પામ્યા છે યૌવનવયને પામેલી તેને જોઈને સુબુદ્ધિ મંત્રી તે નગરના શેઠ ધનદના પુત્ર લીલાધર સાથે તેને પરણાવે છે. સમાન ગુણ અને