Book Title: Chaityavandan Mala Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ આવા ઉત્તમ જીવોની પિતાની શક્તિ કરતાં અધિક ભક્તિ કરવી તે મારા જીવનની ધન્ય ઘડી છે તેમ સમજનાર ઘણું ભાવિકે આહાર, વસ્ત્ર પાત્ર, કંબલ, ઔષધ વિગેરે જરૂરિયાત મુજબની ભક્તિ કરીને પિતાનું જીવન, પિતાનું દ્રવ્ય સફળ બનાવે છે. આ એ સમય છે જ્યારે તે શ્રાવક કે શ્રાવિકા વાસ્તવિક શાસનરાગી બને છે. કેઈપણ એક સાધુ કે સાવી એક ટુકડી કે સમુદાયને રાગી હોય અને લાખો કરેડે ખર્ચ કરે તે પણ તેને શાસન માટે વપરાયેલી રકમ ન કહેવાય પરંતુ જે સમસ્ત પૂ. સાધુ-સાધવી પ્રત્યે બહુમાન ભાવ હોય ત્યારે શાસનરાગી છે. સિદ્ધગીરિમાં ભક્તિ કરતાં કોઈ એક સાધુ કે ટુકડી કે સમુદાય નહીં પરંતુ જે કઈ વહેરવા આવે તે તમામની ભક્તિ કરું તે ભાવના ઉત્પન્ન થવાની ઘણી શક્યતા રહે છે. તેવી જ રીતે ભગવંતની સ્તુતિ કરતાં પૂ. સાધુ-સાધ્વીજીને સાંભળનારને પણ તે કયા ગચ્છ કે સમુદાયના છે તે વાત દૂર રહી જાય છે માત્ર તેમની સ્તુતિઓ ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે. દુન્યવી ઉદ્વેગ, સ્વાર્થ, ચિંતા, મેહ બધું શાંત થઈ જાય છે. આ ગૃહસ્થને દ્રવ્ય પૂજા પછી ભાવપૂજા કરવાની હોય છે. જ્યારે સાધુને ભાવપૂજા જ હોય છે. ભાવપૂજામાં ચૈત્યવંદન બેલવામાં આવે છે. તેમાં ગૃહસ્થપણુમાં મેં જોયેલ કે પૂ. આગામે દ્ધારક આનંદસાગર સૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરેલા સાધ્વીશ્રી રેવતીશ્રીજી ત્રણ, ચાર, પાંચ ચૈત્યવંદન જામનગરમાં ચેરીવાળા દહેરાસરજીમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજીના ભવ્ય પ્રતિમાજી સામે બેલતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 362