Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir प्रकाशकचं निवेदन કર્યું. ગુરુશ્રીની નિત્યનેધ, લખાયેલું જીવન, ગુરુશ્રીના તમામ ગ્રંથો તથા અન્ય સાહિત્ય તેમને આપ્યું અને તેઓ કટિબદ્ધ થયા. પછી તે તેઓશ્રી લાંબી માંદગીમાં પટકાયા. પ્રકતિની પ્રેરણા ને ભાગ્યનાં વિધાન અજબ હોય છે. શ્રી. જયભિખ્ખએ વીતી ગયેલા લાંબા ગાળાને કે કરવા અમદાવાદથી મુંબઈ આવીને લખી આપવાનો નિર્ધાર કર્યો. વિ. સ. ૨૦૦૨ ના ચાતુર્માસમાં ચરિત્ર લખાયું. પૂ. મુનિરાજે તથા વિદ્વાન શ્રાવકેની વચ્ચે તે વંચાયું પણ લખાઈને તૈયાર થયું ત્યાં તો કાગળનિયમન ધારે, મુદ્રણનિયમન ધારે, બુકીંગ બંધ ! કાગળ મેળવવાની–ગ્રેસને પહોંચાડવાની મુશ્કેલી વગેરે આડા હાથ દઈ ઊભાં ! એમ મુશ્કેલીઓ વચ્ચે વખત વીતતા ચાલ્યો. છતાં વડોદરાવાળા ભાઈ રમણલાલ શાહે અશોક પ્રિન્ટરીમાં તે છાપી આપવા સંમતિ આપી અને આ કાર્યમાં તેમણે ગાઢ આત્મીયતા બતાવી. ખૂબ કાળજીથી તૈયાર થયેલ આ શ્રી “ગનિષ્ઠ આચાર્ય ” વાંચકે સન્મુખ રજૂ કરતાં મંડળને આનંદ થાય છે. શ્રી. જયભિખુની સલલિત અનુપમ લેખનશૈલી અને આચાર્યશ્રીનાં લખાણ વાંચી મેળવેલી ભક્તિભરી શ્રદ્ધા તથા સ્ફટિક જેવું હૃદય આ સૌને મંડળ અભિનંદન દે છે, તથા શ્રી ૨મણુલાલ તથા એમના અશોક ગેસના સ્ટાફને પણ હાર્દિક ધન્યવાદ આપે છે. મહેસાણાવાસી શ્રી. ભાંખરીઆ-ભાઈઓએ આ ગ્રંથમાં રૂા. પાંચ હજારની સહાય કરી ગુરુભક્તિ પર કળશ ચઢાવ્યું છે. તદર્થે તેમના સ્વ. પિતાશ્રીનું જીવન તથા ફેટે ગ્રંથમાં પ્રકટ કર્યા છે, અને ભાંખરીઆ ભાઈઓને આભાર માને છે. આ ગ્રંથમાં વારંવાર સલાહ સૂચને આપવા બદલ આચાર્યશ્રીના બાલમિત્ર, આજીવન ભક્ત તથા મંડળના એકના એક વયેવૃદ્ધ શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દુલાલનો આભાર માનવા શબ્દો નથી. મંડળ આર્થિક મૂંઝવણ તથા કાર્યકરોના મંદ ઉત્સાહને લઈ એક ઝોકું ખાઈ ગયું. પણ ગનિષ્ઠ આચાર્યશ્રીના ઘણા ગુણ ધરાવનાર તેમના શિષ્ય આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિજી તથા શ્રી મહાદયસાગરજીના મુંબઈના ચાતુર્માસમાં સારી જેવી આર્થિક મદદ મળતાં મંડળ પાછું તાજું થઈ ગયું અને ગ્રંથમુદ્રષ્ણુનું કાર્ય વેગથી ચાલુ થઈ ગયું: તે બદલ આચાર્યશ્રી તથા મુનિરાજેની ગુરુભક્તિ તથા કાર્યદક્ષતા બદલ અમને ગૌરવ ઉપજે છે. પૂ. આચાર્ય દેવ શ્રી રિદ્ધિસાગરસૂરિજીએ માર્ગદર્શન આપવામાં તથા પ્રેરણા [ 3 ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 643