Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 41
________________ ૬. સમુત્પાદ હાદશનિદાનમાલા ૪૧ કંઈક ઉડું કહેવાનું છે એ વાત પણ સ્પષ્ટ છે. બુદ્ધ અવિદ્યાને અમુક વિશેષ ભાવમાં લીધી છે, એને વિધિભાવે લીધી છે, એને સકાય દષ્ટિ-વાસ્તવિક દૃષ્ટિને ભાવે માની છે. અવિધાને એમણે વિદ્યાના વિરોધભાવે માની છે. કારણ કે એમને મતે તે વિધા પણ એટલી જ અસકાય દષ્ટિ છેઃ એ દષ્ટિએ સૌ મિથ્યા છે, સૌ કલ્પિત છે, અવિવાએ કરીને જ સૌ રૂ૫મય ભાસે છે. બુદ્ધના આ સૌ વિશ્વરૂપને આપણે મિથ્યાત્વનું નામ આપી શકીએ; સૌ વસ્તુના મિથ્યાત્વની પ્રતીતિ કરીને જ વસ્તુમાં સત્યનું આરોપણ થાય છે, કારણ કે એ ખજનક અને અનિત્ય છે. અને જે અટપટી પ્રાકૃત ભાવનાએ કરીને જગતને સત્યરૂપે માની લેવાય છે અને જેને બુદ્ધ ખરેખાત અવિદ્યાને નામે ઓળખે છે તેની વિરુદ્ધ દિશામાં એ મહાપુરષ આ મિથ્યાત્વને મુકે છે, એટલું જ નહિ, પણ (આપણે આગળ જોઈ ગયા તેમ એમની તત્વવિધામાં મહાવીર બતાવે છે તેવી રીતે) જે વિચારો જગતના કારણે રૂપે મૂળતત્વોને એટલે કે અસ્તિકાયને (= સકાયને) સ્વીકારે છે તે વિચારકોને-પ્રત્યક્ષ વાદીઓને-પણ પોતાની મિથ્યાત્વની ભાવનાને કારણે દાર્શનિકમાંથી ટાળી કાઢી છે. આ જગતની સત્તાની સામે અને બધા પ્રકારનાં રચનાત્મક દર્શનની સામે આમ વિવેચન કર્યાથી બુદ્ધને આપણે વિવેચક દર્શનકાર માનવા પડે છે. બ્રાહ્મણ દર્શનકારીએ જીવનની અપૂર્ણતા હોવા છતાં પિતાનાં સૌ દર્શને પાયો નિત્યતા ઉપર રો છે, પણ બુદ્દે તે સંસારદુઃખની પિતાની અલૌકિક ભાવનાને નિત્યતા સાથે કશો સંબંધ જેડો નથી અને એ ભાવનાને વસ્થિત રાખી છે. આમ એ પિતાની સામે માત્ર દુઃખભર્યા જીવનને જ દેખે છે; અને એ જીવનને એમણે મિથ્યા, છાયારૂપ, સ્વરૂપ માન્યું છે અને એમાંથી છુરી સંભાવ્ય તરફ દોરાવું ઇષ્ટ માન્યું છે. આ પ્રકારના પિતાના ઉપદેશોથી અને સંભાપણથી એમણે લેકને જગબંધનમાંથી કાઢીને નિર્વાણ તર૪ દેરવાને પ્રયત્ન કર્યો છે. આ ભાવ પ્રમાણે સમુત્પાદ દ્વાદશનિદાનમાલાને આદિ, મધ્ય અને અંત છ શકાય, એ હવે સારી રીતે સમજાય એમ છે. કારણ કે માલાની-સાંકળનીપહેલી કડી તે અવિધા છે, આઠમી તે તુચ્છ છે અને અગીઆરમી તથા બારમીથી દુ:ખ ઉત્પન્ન થાય છે, પહેલીમાં ચાર આર્ય સો આવી રહ્યાં છે. આપણે આખી માળાને આદિ, મધ્ય ને અંતમાં આમ સંકેલી શકીએ. અવિદ્યામાંથી નષ્ણ ઉત્પન્ન થાય છે, અને તૃષ્ણામાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. અને એકંદરે એ વસ્તુસ્થિતિ આ પ્રમાણે મુકામાં આવી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58