________________
1 .... બૃહદ્ યોગ વિધિ . - ગર્જારવ થાય તો બે પ્રહર સુધી અસક્ઝાય..
ગાંધર્વનગર તો દેવકૃત જ હોય, બાકીના દેવકૃત પણ હોય અથવા સ્વાભાવિક પણ હોય. જો સ્વાભાવિક હોય તો અસક્ઝાય નહિ. દેવકૃત છે કે સ્વાભાવિક છે તે જાણવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય કરવો નહિ.
આ ઉપરાંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુંજિત, ચારસંધ્યા, મહાપડવા, મહામહ વગેરેમાં પણ અસ્વાધ્યાય કહ્યો છે. | ચંદ્રગ્રહણ - ચંદ્રવિમાનની નીચે રાહુનું વિમાન આવવાથી ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડે તે ચંદ્રગ્રહણ કહેવાય. સૂર્યના વિમાનની નીચે રાહુનું વિમાન આવી જાય ત્યારે સૂર્યગ્રહણ કહેવાય. રાહુનું વિમાન જેટલા સમય સુધી ચંદ્ર કે સૂર્યના સમાન નીચે રહે તેટલા સમય સુધીનું ગ્રહણ કહેવાય છે.
ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પ્રહર અસ્વાધ્યાય અને જઘન્ય અસક્ઝાય આઠ પ્રહરનો. તે આ પ્રમાણે ઉગતો ચંદ્ર ગ્રહણ થયો હોય તો તે રાત્રિના ચાર પ્રહર અને બીજા દિવસના ચાર પ્રહર મળી આઠ પ્રહર અસક્ઝાય. સવારે ગ્રહણ થાય અને ગ્રહણ સહિત ચંદ્ર અસ્ત પામે તો તે પછીનો દિવસ અને રાત્રિ, અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર અસઝાય થાય. અથવા ઉત્પાતથી આખી રાત્રિ ગ્રહણ રહે અને ચંદ્ર અસ્ત પામે તો, તે રાત્રિ બીજો દિવસ રાત્રિ મળીને બાર પ્રહર, અથવા તો વાદળ હોવાને લીધે ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણ ક્યારે થયું તેની ખબર નહિ પડવાથી તે આખી રાત્રિ અને બીજો દિવસ અને રાત્રિ મળી ઉત્કૃષ્ટ બાર પ્રહરની
આ ૧૦ સભ