Book Title: Bruhad Nirgranth Stutimani Manjusha Part 01
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ પુરોવચન સ્તોત્રસાહિત્ય : એક ચિરયુવા સાહિત્યવિધા જિનશાસન' – જેનું ખરું પ્રાચીન નામ “નિર્ઝન્ય પ્રવચન' છે – ની સાધના-ચર્યા સંવરનિર્જરાલક્ષી છે અને તેથી સંવર અને નિર્જરામાં સાધક બને એવાં ધર્માગો – ત્યાગ, તપ, જયણા (યતના), ગુપ્તિ, સમિતિ, ભાવના-સ્વાધ્યાય-ધ્યાન આદિ–એમાં પ્રમુખ રહે એ દેખીતું છે. એ ત્યાગતપાદિ મુખ્ય પ્રકારોને પૂરક-પોષક બને એવા બીજા ઉપપ્રકારો – ભક્તિ, બહુમાન (અહોભાવ), સ્તુતિ, અનુમોદના, સેવા, મૈત્રી, પશ્ચાત્તાપ, ક્ષમા વગેરે ભાવો કે પ્રવૃત્તિઓ – પણ ઉદ્દીપકના સ્વરૂપે ધર્માગના વ્યાપક ફલકમાં સ્વીકૃત થાય, એ પણ એટલું જ સહજ છે. ગુણવિકાસ કે ચારિત્રસિદ્ધિનો ઇચ્છુક આત્મા જ્યારે ગુણ કે ચારિત્રના વિકાસના શિખરે પહોંચેલી વ્યક્તિને જુએ કે જાણવા પામે ત્યારે તે અભિભૂત કે પ્રભાવિત થયા વિના ન રહે; એ જ રીતે, જેમના દ્વારા પોતાને ધર્મમાર્ગ સાંપડ્યો હોય તેવા પરહિતપ્રિય પુરુષ, ગુરુ આદિ પ્રત્યે પ્રેમાદરજન્ય ભાવોર્મિ અનુભવ્યા વિના ન રહે. આવો ભાવિત કે ભાવુક જન જો ભાષાકૌશલ પણ ધરાવતો હોય તો તે અહોભાવ, પ્રેમાદરની અભિવ્યક્તિ માટે ગદ્ય કરતાં પદ્યનો આશ્રય વધારે લેશે. એમાંથી સર્જાય છે સ્તોત્ર-સ્તુતિ-સ્તવ-સ્તવન. ગુણકીર્તનમહિમાગાન-આદરાંજલિ એ સ્તોત્રની પ્રેરક ઊર્મિઓ છે. નિર્ગસ્થ પરંપરાના પ્રાચીન સ્તવ-“નામસ્તવ'લોગસ્સ' સૂત્રમાં પ્રથમ ગાથામાં અને છઠ્ઠી ગાથામાં એ ઊર્મિ અભિવ્યક્ત થઈ છે. “અરહંતે જિત્ત' તથા “છિત્તિય-વંદ્રિય-મહિયા.' નિર્ગસ્થ શ્રમણ સંઘમાં સ્તવ-સ્તોત્રનું પ્રાચીન સ્વરૂપ કેવું હતું, સ્તવન-કીર્તનની પરિપાટીએ યુગે યુગે કેવા રૂપ-રંગ ધારણ કર્યા હતાં–વગેરે બાબતોનું સાધાર અને સાધિકાર આકલન કરવા કોઈ ઇચ્છે તો તેના માટે આ “બૃહદ્ નિર્ગસ્થ સ્તુતિમણિમંજૂષા’ હવે ઉપલબ્ધ છે. સ્તુતિકાવ્ય-એક સાતત્યશાળી સાહિત્યવિધા ઇષ્ટદેવ, પરમ તત્ત્વ કે ઉપકારી ગુરુજનો પ્રત્યે હૃદયભાવો અભિવ્યક્ત કરવાનું માધ્યમ એટલે સ્તોત્ર-સ્તુતિ-સ્તવન. સાહિત્યજગતનું આ માધ્યમ આબાલવૃદ્ધ સૌને સ્પર્શે છે. બદલાતી શૈલી-ભાષાભંગિમા સાથે અનુબંધ જાળવીને ટકી રહે તેવો આ ચિરકાલીન, ચિરયુવા કાવ્યપ્રકાર છે. જૈન સાહિત્યમાં પંચમંગલમહાશ્રુતસ્કંધ', “લોગસ્સ', “નમોત્થન' જેવા અર્ધમાગધીના સ્તવોથી લઈને અધુનાતન ‘વંદનાવલિ' જેવા ગાનપ્રકારોમાં સાહિત્યની આ વિધા સુપ્રતિષ્ઠિત છે. વૈદિક પરંપરામાં અતિ પ્રાચીન ઋચાગાન હતું તે હવે ભજન જેવા માધ્યમમાં આજે જનજીવનમાં સુસ્થિર છે. ઉપાસ્ય અને પૂજ્યના ગુણ-ગરિમાના ઘટક તત્ત્વો દેશ અને કાળના બદલાવ સાથે બદલાતા હશે પરન્તુ પ્રીતિ, ભક્તિ, મહિમાના ગાન માટે સર્વદા-સર્વત્ર સ્તોત્ર, સ્તુતિ, સ્તવન પ્રકારનાં કાવ્યો હાજર હોય છે જ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 286