Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 797
________________ ૭૭ર બેધામૃત ચરિત્રમાં (શ્રી ગજસુકુમાર, શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આદિનાં ચરિત્રમાં) એકતાનતામાં વૃત્તિ જેડી વૃત્તિને અપ્રમત્ત કરવાની શિખામણ આપી છે તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. એ જ કલ્યાણકારી છે. જગતનું વિસ્મરણ કરી જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણાને અને નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર આદિએ કરી છેજ. કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. કંઈ ન બને તે મંત્રનું સ્મરણ શ્વાસોશ્વાસ સાથે થયા કરે અને નિર્ભયતા રહ્યા કરે તેમ કર્તવ્ય છે. સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સમાધિમરણ છે, તેવા અવસરે આનંદિત રહેવું. “દુઃખ દેહગ ધરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ-વિમલજિન” મનુષ્યભવ રત્નચિંતામણિ જે મળે છે, તેમાં જ્ઞાની પુરુષને શરણે લૂંટમલ્ટ લેવાય તે આત્મહિતને લાભ લઈ સમાધિમરણ કરવાને મહોત્સવ આભે કેણ હિંમત હારે? કઈક દુર્ભાગી. જેટલી આત્મામાં શક્તિ હોય તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહી દશાની ભાવના કરવી અને તેને પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાન સ્વરૂપ એવું સહજત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છે. સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે એવી શ્રદ્ધા રાખી મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપને મર્મ રહ્યો છે તે લક્ષ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખ ઘટે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૮૫ ડુમસ, તા. ૫-૬-૫૩ આપ સર્વ અપ્રમાદપણે સત્સંગને લાભ લેતા હશે. અહીં “મેક્ષમાર્ગ પ્રકાશ” હમણાં વંચાય છે. તેમાં, સંસારમાં કર્મથી જ દુઃખી છે તે કર્મની માહિતી આપી, કર્મબંધનનાં કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ કહી તેનું સ્વરૂપ જણાવ્યું છે. તે દુઃખનાં કારણ નહીં જાણવાથી અયથાર્થ ઉપાય કરે છે તે વ્યર્થ બતાવી સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ જ મનુષ્યભવની સફળતા જણાવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જણાવતાં અન્ય ધર્મોની માન્યતા ભૂલભરી જણાવવા અન્યમતખંડન દર્શાવ્યું છે. પરમકૃપાળુદેવનાં વચને સમજવામાં સહાયભૂત થાય તે “મેક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે, તે સહજ જાણવા લખું છું. યેચતા વધવા માટે ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ કરવાની જરૂર છે. જે મુખપાઠ કરેલ હોય તેને વારંવાર ઊંડા ઊતરી વિચાર શાંતભાવે કર્તવ્ય છે. ' હમસ, જેઠ સુદ ૪, સેમ, ૨૦૦૯ આપ બન્નેને લખેલે પત્ર મળ્યો છે. આયુષ્ય હશે ત્યાં સુધી કંઈ થવાનું નથી. “દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે. એ જ દષ્ટિ કર્તવ્ય છે.”(૮૪૩) આ વાત વારંવાર લક્ષમાં રાખી, બીજું કંઈ ન બને તે મંત્રનું આરાધન અહોરાત્ર કર્તવ્ય છેજી. ભાન હોય ત્યાં સુધી સ્મરણમંત્રમાં

Loading...

Page Navigation
1 ... 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824