Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 235
________________ કંઈ જાણતો નથી. પછી પછીના દિવસોમાં પણ કોઇપણ મિત્રના આગ્રહથી આ સિંધુદત્ત ગુરૂની પાસે ગયો અને શ્રુતિનો સંગમ થયો. પરંતુ ભાન વિનાનો હોવાથી ચારણીમાં પાણી જેમ ન ટકે તેમ તેના હૈયામાં કંઈપણ ટક્યું નહીં. પછી ગુરુ અને સદાગમ બંને બીજે ગયા. પછી કુદષ્ટિ અને કુધર્મબુદ્ધિ એ બેએ જાણી તેને ભાગવતાદિની પાસે લઈ ગઈ ત્યારે તેના સંનિધાનમાં જડતાને છોડે છે. તેનું કરવું સર્વ સમજે છે અને તેનું ઉપદેશેલું સર્વ આચરે છે અને મહાપાપને ભેગું કરે છે. ફરી પણ નીચે ઊતરીને એકેન્દ્રિયાદિમાં અનંતકાળ ધારણ કરાયો. પછી કોઇક વખતે કર્મરાજાએ વિચાર્યું કે અહો ! આ વરકડો કોઈપણ રીતે ચારિત્રધર્મ સૈન્યમાં પ્રવેશ મેળવતો નથી કારણ કે મારા ભાઈઓ હજુપણ બળવાન છે. અને તેઓની નિર્બળતા જેમ થાય તે રીતે હું જાણું છું પરંતુ તેમ કરાય છતે તેઓના (મોહાદિના) મહાન શરીરનો અપચય થશે અને અમારા શરીરથી તેઓનું શરીર જુદું નથી. આથી તેઓના શરીરના ક્ષયમાં પરમાર્થથી તો મારા જ શરીરનો ક્ષય થશે તેથી હમણાં હું શું કરું? અથવા જે મેં સ્વીકાર્યું છે તેનું પાલન કરવા દો જે થવાનું હોય તે થાઓ. આ ચિંતાથી શું? કારણ કે - શરીરમાં પણ ઉત્પન્ન કરાયો છે દાહ જેના વડે એવા વડવાનલનો સમુદ્ર ત્યાગ કરતો નથી, કલંકને કરનાર એવા સસલાને ચંદ્રમા છોડતો નથી કારણ કે સજ્જનો સ્વીકારેલાનું પાલન કરવા તત્પર હોય છે. ૧ ઉપકારના ઉતાવળપણાથી (ઉપકાર કરવાના પ્રસંગની ઉતાવળની પ્રધાનતા હોય ત્યારે) ગુણવાનો પોતાને થતી હાનિને ગણતા નથી કારણ કે દીવાની દીવેટો પોતાના શરીરને બાળીને પણ પ્રકાશને ઉત્પન્ન કરે છે. ૨ જે પણ ચારિત્ર ધર્માદિ મારા પણ ક્ષયને માટે પ્રયત્ન કરે છે એટલે તે પરમવૈરીઓને શા માટે ઉપકારી થવું ? એ પ્રમાણે વિચારવું અયોગ્ય છે કારણ કે ઉપકારી વિશે અથવા વીતશ્લેષી વિશે જે દયાપણું છે તો ત્યાં સરસાઈપણું (ચડિયાતાપણું) શું છે ? જેણે એકાએક હાનીકારક અપરાધ કર્યો છે તેના વિશે જેનું મન દયાવાનું છે તે સજ્જનોમાં અગ્રેસર છે. પોતાની પુત્રી લક્ષ્મીના અપહરણથી ઉત્પન્ન થયેલ વૈરને છોડીને અને તેના પર્વત મર્દનને નહીં ગણીને સમુદ્ર શંકરને નિવાસ આપ્યો કારણ કે ધીર બુદ્ધિવાળાઓનું વર્તન દ્વેષ વિનાનું હોય છે. અથવા જો તેઓ હંમેશા મારા શુભપક્ષનું પોષણ કરે છે અને તેઓ જ વિસ્તાર પૂર્વક સારી રીતે અમારા સ્વરૂપને જાણે છે અને તેઓ જ મારી લોકમાં સારી રીતે પ્રસિદ્ધિ કરે છે અને મારી પ્રસિદ્ધિને ત્રણ ભુવનમાં ફેલાવે છે નહીંતર મારું નામ પણ કોણ જાણત? અને પ્રસિદ્ધિના અથ પુરુષો એવું શું છે કે જેને સહન કરતા નથી? કારણકે અંધકાર વડે હંમેશા ખંડન કરાતો ચંદ્ર ગગનને છોડતો નથી કારણ કે બીજે વસનારાઓને આટલી પ્રસિદ્ધિ ક્યાંથી હોય? કર્મરાજાએ તેનું નંદન એ પ્રમાણે નામ રાખ્યું અને યૌવનને પ્રાપ્ત થયો. એ પ્રમાણે વિચારીને વિજયવર્ધન નગરમાં સુલસ શ્રેષ્ઠીને ત્યાં આ સંસારી જીવ ક્યારેક પુત્રરૂપે ઉત્પન્ન કરાયો. પછી 218

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282