Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 48
________________ હરણોમાં સ્વરભેદ, વ્યંજનભેદ, યકારનો અભાવ, તેમ જ કોઈ કોઈ જગાએ તો પ્રયોગફેર પણ જોડણી હોય તેવું જણાય છે! લેખકારે આપેલાં કુલ ૯૬ દૃષ્ટાંતોમાંથી ૨૫માં તો ક્રિયાવાચકોમાં ‘ણ’ પૂર્વે “ધ” લખાવો જોઈએ તેનાં દૃષ્ટાંતો છે. લેખકારનું આ મંતવ્ય હોવાનું જણાય છે. જેમ કે “ચૂકણુને બદલે “ચૂકાણૂ. લેખકે આમાં વિકલ્પ રાખ્યો છે. કચ્છીનો કોઈ શબ્દકોશ નહીં હોવાથી જે જે રૂપો કચ્છી ભાષકોમાં પ્રચલિત હોય તે નેધવાં અને તેનો વિકલ્પ રાખવો લેખકને વાજબી જણાયો છે. આથી ‘ય’કાર વગરનાં અને ‘ય’કારવાળાં આ બંને રૂપો શબ્દાવલિમાં છે. આમાં ‘ય’કારવાળાં જ શાથી સ્વીકારવા તેનીલેખકારે કોઈ દલીલ આપી નથી. આથી આ અંગે અમે વિશેષ ચર્ચામાં ઊતરવું યોગ્ય ગણતા નથી કેમ કે દલીલના અભાવે તો આખો પ્રશ્ન ગમાઅણગમાનો બની રહે છે. તેમ છતાં લેખકાર ચૂકાણુને બદલે “ચૂકાયષ્ણુને પસંદ કરતા હોય તો તેમાં અમને લેશ પણ વાંધો નથી! પરંતુ આ તેમની અંગત પસંદગીના કારણે “ચૂકાણુ પ્રકારનાં લખાયેલાં રૂપો અયોગ્ય ઠરતાં નથી. બાકી રહેતાં ૭૧ રૂપોમાંથી ૨૨ તો એ પ્રકારનાં છે કે જેમાં લેખકાર ‘જોડણીફેર શાને ગણે છે તે જ સમજવું અમારા માટે મુશ્કેલ છે. ઉ.ત., શબ્દાવલિમાં છે લેખકાર સૂચવે છે તે રૂપ અધેલી આમાં કયા તત્વને જોડણીફેર ગણવું? “અધેલી'ની જોડણી અઠ આની” કરવાનું લેખકાર સૂચવે છે! તેવી જ રીતે ઑધઈ – ઑડઈ કલાલ -કલા કાડજો – કારજો ડાવો-ધાવો ધેડ-ઢેડ અને આવાં બીજાં ઘણાં રૂપો જ્યાં ધ્વનિઘટકનો ભેદ છે તેમાં (આ બધાં નોંધવાં જરૂરી જણાતાં નથી) લેખકાર જોડણીફરક ગણે છે! ૧. બાકી રહેતાં ૪૯ રૂપોમાં નીચે જણાવ્યા મુજબના ફેરફારો છે. લેખકાર “અને બદલે ‘આ’ વાપરાતા હોય તેવા ઉ. ત. અગેણી - આગેણી જઢ – જણઢા વગેરે. ૨. લેખકાર “આને બદલે “અ” વાપરતા હોય તેવા ઉ. ત. કામ્ભાઈ – કાશ્મઈ જોડાક્ષરને બદલે સ્વર વાપરતા હોય તેવા ઉ. ત. કજ્યો – કજિયો પીટયો – ખિટિયો વગેરે. ૪. ઓ ને બદલે ઉ વાપરતા હોય તેવા ઉ. ત. ટામો – રામુ ૫. આ ઉપરાંત અને બદલે હૈં, ઇને બદલે ઈ એને બદલે ‘ઈ’ વગેરેનાં પણ ઉદાહરણો છે. આ બધામાં લેખકારે પોતાનાં ઉચ્ચારણો વડે શબ્દાવલિના જે તે શબ્દોમાં ભેદ કર્યો છે તે આવકાર્ય છે. આવા અનેક ભેદ-પ્રભેદો બહાર આવ્યા બાદ કચ્છીની જોડણી સ્થિર થવા સંભવ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52