Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 142
________________ ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન ૧૦૩ જૈનસમાજમાં પણ આવાં અનેક યુગલો મોજૂદ છે. હવે તેમને કોઈ સ્થૂલિભદ્રની કોટિમાં ગણતું નથી, જો કે તેમનો બ્રહ્મચર્યપુરુષાર્થ સ્થૂલિભદ્ર જેવો જ છે. રાત્રિભોજનત્યાગ અને ઉપભોગપરિભોગપરિમાણ તથા ઉપવાસ, આયંબિલ જેવા વ્રત-નિયમ નવા યુગમાં કેવળ ઉપહાસની નજરે જોવાવા લાગ્યા હતા અને શ્રદ્ધાળુ લોકો આ વ્રતોનું આચરણ કરવા છતાં પણ કોઈ તેજસ્વિતા પ્રગટ કરી શકતા ન હતા. તે લોકોનું વ્રત પાલન કેવળ રૂઢિધર્મ જેવું દેખાતું હતું. જાણે કે તે વ્રતોમાં ભાવપ્રાણ રહ્યા જ ન હોય. ગાંધીજીએ આ જ વ્રતોમાં એવા પ્રાણ ફૂંક્યા કે આજ કોઈ તે વ્રતોની હાંસી ઉડાવવાનું સાહસ કરી શકતા નથી. ગાંધીજીના ઉપવાસ પ્રત્યે દુનિયાભરમાં આદર છે. તેમના રાત્રિભોજનત્યાગને અને ગણ્યાગાંઠ્યાં ખાદ્ય-પેયના નિયમોને આરોગ્ય અને સુવિધાની દૃષ્ટિએ પણ લોકો ઉપાદેય સમજે છે. આપણે આ જાતની અનેક વાતોને જોઈ શકીએ છીએ જે પરંપરાથી જૈનસમાજમાં ચિરકાળથી ચાલી આવતી રહી હોવા છતાં પણ તેજોહીન જેવી લાગતી હતી, પરંતુ હવે ગાંધીજીના જીવને તેમને આદરાસ્પદ બનાવી દીધી છે. તે જૈન પરંપરાના એક નહિ પણ અનેક સુસંસ્કાર જે સુપ્ત યા મૂર્શિત પડ્યા હતા તેમને ગાંધીજીની ધર્મચેતનાએ સ્પેન્દ્રિત કર્યા, ગતિશીલ કર્યા છે અને વિકસિત પણ કર્યા. આ જ કારણે અપેક્ષાકૃત આ નાના એવા સમાજે પણ અન્ય સમાજોની સરખામણીમાં અધિકસંખ્યક સ્ત્રીપુરુષોને રાષ્ટ્રનાં ચરણોમાં અર્પિત કર્યા છે જેમાં વૃદ્ધ યુવાન, સ્ત્રી-પુરુષ, હોનહાર તરુણતરુણી અને ભિક્ષુવર્ગનો પણ સમાવેશ થાય છે.' માનવતાના વિશાલ અર્થમાં તો જૈનસમાજ અન્ય સમાજોથી અલગ નથી તેમ છતાં તેના પરંપરાગત સંસ્કારો અમુક અંશે ઇતર સમાજોથી જુદા પણ છે. તે સંસ્કારો માત્ર ધર્મકલેવર હતા, ધર્મચેતનાની ભૂમિકાને તેમણે છોડી દીધી હતી. એમ તો ગાંધીજીએ વિશ્વભરના સમસ્ત સંપ્રદાયોની ધર્મચેતનાને ઉત્પાણિત કરી છે; પરંતુ સાંપ્રદાયિક દૃષ્ટિએ જોઈએ તો જૈનસમાજે માનવું જોઈએ કે તેને ગાંધીજીની બહુ અને અનેકવિધ દેણ છે, કેમ કે ગાંધીજીની દેણના કારણે જ અત્યારે જૈનસમાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160