________________ 68 ભારતીય દર્શનોમાં પરિણામવાદ છે; નિર્વિકાર છે, ઉત્પત્તિ-સ્થિતિ આદિથી રહિત એવા પોતાના સ્વરૂપમાં જ તે એકલા જ સ્થિત છે.(૨-૫) બ્રહ્મમાં કલ્પાતી સૃષ્ટિ ચિત્રમાં આલેખિત કાલ્પનિક સૃષ્ટિ સમાન છે. ભીંતમાં આલેખેલી ચિત્રસૃષ્ટિ પોતાના અધિષ્ઠાન (ભીંત) રૂપ જ છે, જેમ ચિત્રસૃષ્ટિમાં વિકારનો ભાવ દેખાવા છતાં તેના અધિષ્ઠાનમાં વસ્તુતઃ કશો વિકાર હોતો નથી, તેમ આ સૃષ્ટિની અંદર વિકારો દેખાવા છતાં અધિષ્ઠાન દૃષ્ટિએ જોતાં તેમાં કશો વિકાર છે જ નહીં અર્થાત્ સૃષ્ટિ ચૈતન્યથી ભિન્ન નથી. અધિષ્ઠાન ચૈતન્ય પોતે જ છે. તેથી અધિષ્ઠાન રૂપે જોઈએ તો (એક રીતે) બાહ્ય સૃષ્ટિના પદાર્થો સત્ય છે, એમ કલ્પી શકાય. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ આદિ બાહ્ય પદાથોને માનનારા (નૈયાયિક વગેરે) બાહ્યાવાદીઓ છે, તેમનો અને વિજ્ઞાનવાદીઓનો મત અમારા સિદ્ધાંતમાં (વિરોધી નહીં રહેતા) એકરૂપે મળી જાય છે. કેમકે બાહ્યાર્થવાદીઓના બહાર દેખાતા દ્રવ્યાદિ પદાર્થો અને વિજ્ઞાનવાદીઓનું અંદર રહેનારું વિજ્ઞાન - એ બન્ને અસત્ય હોવાથી - અધિષ્ઠાનથી ભિન્ન સત્તાવાળા નથી, પણ સદા ચિદાત્મરૂપ જ છે. આમ સર્વથી અંતે બાકી રહેનાર તો કેવળ બ્રહ્મ સત્તા જ છે.(૬૩૮) રામ-હે મહારાજ ! જ્યારે એક નથી, બે નથી, કંઈ જ નથી, ત્યારે વસિષ્ઠ કોણ છે? વસિષ્ઠ મૌન ધારણ કર્યું. રામે ફરીથી પૂછ્યું “મહારાજ ! આપ મૌન ધારણ કરી શા માટે બેસી રહ્યા છો ?" વસિષ્ઠ-હે રામ! જે જે વાણીનો વિષય છે, તે ગમે તેવો વ્યાવહારિક હોય કે ગમે તેવો પારમાર્થિક હોય, પણ તેમાંનો કોઈ વિકલ્પ દોષમુક્ત નથી. તેથી ત્યાં મૌન સિવાય બીજો કોઈ ઉત્તર આપી શકાતો નથી. આત્મપદ વાણીના દોષને ધારણ કરતું નથી, તેથી તે અનિર્વચનીય છે. જો તમે પૂછો કે - હું, તમે, આ જગત શું છે? તો જ્ઞાનની પ્રાપ્તિ થયા અગાઉ જ તેનો ઉત્તર આપી શકાય કે - સર્વ બ્રહ્મરૂપ છે. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તો માત્ર મૌન એ જ ઉત્તર છે. હવે જો પૂછવામાં આવે કે એ પદ પ્રાપ્ત થયા પછી જ્ઞાનીનો વ્યવહાર કેવી રીતે ચાલે છે? તો ઉત્તર એ જ છે કે નિર્વાણપદમાં તો વ્યવહાર બિલકુલ શક્ય જ નથી. રામ-જો સૃષ્ટિ ઉત્પન્ન જ નથી થઈ અને જણાય છે તે કેવળ ભ્રાન્તિ જ છે, તો આ ભ્રાન્તિ કોને થઈ ?