Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ મહાપ્રતિષ્ઠા : આ ત્રણ પ્રકારવાળી પ્રતિષ્ઠા છે.'-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ સ્પષ્ટ છે કે વિખ્યૉરત:' - આ ષોડશકપ્રકરણના વચન મુજબ દશ દિવસની અંદર પૂર્વોક્ત વિધિ મુજબ ભરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. શિષ્ટ પુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. જેઓશ્રીનું તીર્થ પ્રવર્તતું હોય તે પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માના બિબની પ્રતિષ્ઠાને પહેલી વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય છે. અષભાદિ શ્રી ચોવીશ તીર્થંકર પરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠાને બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને સર્વક્ષેત્રોની અપેક્ષાએ એકસો સિત્તેર જિનનાં પરમતારક બિંબોની પ્રતિષ્ઠાને ત્રીજી મહાપ્રતિષ્ઠા કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશક પ્રકરણમાં નીચે જણાવ્યા મુજબ જણાવ્યું છે. એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. જે કાળે જે શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન પ્રવર્તતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જે જે પ્રતિષ્ઠા કરાય છે તેને આગમના જાણકારો પહેલી વ્યક્તિપ્રતિષ્ઠા કહે છે. (૮-૨)” શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરપરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ (બીજ)ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને એકસો સિત્તેર શ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને છેલ્લી (ત્રીજી) મહાપ્રતિષ્ઠા કહેવાય છે. (૮-૩)”. પ-૧ળા પ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાય છેदेवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः । स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ॥५-१८॥ GjDDGET|TET|DnDGE STD]D]D]]D]D]DED ////NEWS/GSEB/SEUMSળે OSMS

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64