Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિઃ મુક્તિની દૂતી | સર્વકર્મના ક્ષયરૂપ તથા અનંતસુખના ભંડાર સ્વરૂપ મોક્ષપ્રાપ્તિ માટે શક્ય પુરુષાર્થ કરવો એજ દુર્લભ મનુષ્યજન્મમાં કરવા લાયક ઉત્તમોત્તમ કાર્ય છે. મોક્ષપ્રાપ્તિનું બીજ છે, પરમાત્મભક્તિ. જે જે ગુણો આપણે પ્રાપ્ત કરવા છે, તે તમામ ગુણો એક જ જગ્યાએ પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે. પરમાત્મા એટલે સર્વોત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ ! તેમજ જગતમાં જ્યાં પણ કોઈનામાં સદ્ગુણરૂપી ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. તે પ્રવાહ પણ પરમાત્મા રૂપી હિમાચલમાંથી જ નીકળેલો છે. આવા પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે, એ સાહજીક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં, તેમ કૃતજ્ઞાત્મા પ્રભુભક્તિ વિના રહી શકતો નથી. સુંદર ભાવવાહી સ્તવનો પરમાત્મા ભક્તિ માટે પુષ્ટ આલંબન છે. ધીમે ધીમે રાગપૂર્વક અર્થની વિચારણા સાથે બોલાતા સ્તવનો પરમાત્મા ભક્તિ માટે પુષ્ટ આલંબન છે તથા બોલનારા ભક્તાત્માને નવી નવી અનુભૂતિ થાય છે જાણે પરમાત્માની સાથે પોતાની એકાગ્રતા વધતી જતી હોય, દિનપ્રતિદિન જાણે પોતામાં પાપવૃત્તિ ઘટતી હોય, હૃદયમાં પવિત્રતાનો વધારો થતો હોય, બુદ્ધિ નિર્મલ થતી હોય અને અંતઃકરણમાં ધર્મબીજનું વાવેતર થઈ રહ્યું હોય એવો અનુભવ થવા લાગે છે. પ્રભુ ભક્તિથી દિનપ્રતિદિન શુભભાવની વૃદ્ધિ થાય છે, તેથી ઉપર ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી આત્મા મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. પ્રભુભક્તિનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. અને પારંપરિક ફળ સદ્ગતિ અને પ્રાંતે મોક્ષ છે. સાક્ષાત્ ભગવાનના દર્શનનું સૌભાગ્ય આપણે નથી પામ્યા, પરંતુ પ્રાતિમારૂપે પ્રાપ્ત થયેલ ભગવાન પણ આપણા જોરદાર પુણ્યની નિશાની છે, વળી શાસ્ત્રોમાં જિનપડિમા જિનસારિખી કહી છે. જિનપ્રતિમાને સાક્ષાત્ ભગવાન માની ભક્તિ કરવાથી સાક્ષાત્ ભગવાનની ભક્તિ તુલ્ય ફળ મળે છે આ વાત સમજવા વ્યવહારિક દૃષ્ટાંત સમજીએ. કાગળનો એક ટુકડો હોય, એની કિંમત ૧૦ પૈસા પણ ન ઉપજે, તેજ કાગળના ટુકડા પર રીઝર્વ બેંકની ૫૦૦ રૂા.ની છાપ પડે તો તેજ ટુકડાની કિંમત ૫૦૦ રૂ. થઈ જાય છે ને ? વળી છાપ પડ્યા પહેલા તે માત્ર કાગળનો ટુકડો કહેવાય છે, પણ પછી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 678