________________
જવાબ :- સામાન્યથી કર્મસ્તવમાં કહ્યાં મુજબ વેદત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોય છે. પરંતુ વિશેષથી પુરુષવેદોદયે શ્રેણી માંડનારા જીવને બંધની અપેક્ષાએ નવમાગુણઠાણાના પહેલાભાગના અંતે પુરુષવેદના બંધવિચ્છેદની સાથે જ પુરુષવેદનો ઉદયવિચ્છેદ થતો હોવાથી, તે જ સમયે પુરુષવેદમાર્ગણા પૂર્ણ થાય છે. અને તેની પહેલા જ સ્ત્રીવેદ અને નપુંસકવેદ માર્ગણા પૂર્ણ થાય છે. કારણકે ઉપશમનાકરણમાં કહ્યું છે કે, ત્રણે વેદવાળા જીવો જો એકી સાથે શ્રેણી માંડે, તો જે સમયે નપુંસકવેદીને નપુંસકવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે સ્ત્રીવેદીને સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે પુત્રવેદીને પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય છે. એ શાસ્ત્રાનુસારે પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થયા પછી નવમાગુણઠાણાના પહેલા ભાગના અંતે પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે. તેથી પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદ માર્ગણા પૂર્ણ થાય છે. ત્યાર પછી નવમાં ગુણઠાણાના પહેલાભાગે પુરુષવેદમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી વેદમાર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, પહેલાભાગ સુધી જ કહ્યું છે. પ્રશ્ન :- (૨૫) સંજવલનત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોવાથી, સંજ્વલનત્રિક માર્ગણા પણ નવમાગુણઠાણા સુધી હોય છે. તેથી સંજવલનત્રિક માર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, બીજા ત્રીજા અને ચોથાભાગ સુધી જ કેમ કહ્યું છે? જવાબ :- સામાન્યથી કર્મસ્તવમાં કહ્યાં મુજબ સંજ્વલનત્રિકનો ઉદય નવમાગુણઠાણા સુધી હોય છે. પરંતુ વિશેષથી સંક્રોધોદયે શ્રેણી માંડનારા જીવને બંધની અપેક્ષાએ નવમાગુણઠાણાના બીજાભાગે સંક્રોધના બંધવિચ્છેદની સાથે જ સંઇક્રોધનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંક્રોધમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંક્રોધમાર્ગણા ૯મા ગુણઠાણાના બીજાભાગ સુધી જ હોય છે. એટલે સંક્રોધમાર્ગણામાં લ્મા ગુણઠાણાના બીજાભાગ સુધી જ બંધસ્વામિત્વા કહ્યું છે. (११) स्त्रीवेदनपुंसकवेदयोरुदयकालः सर्वस्तोकः स्वस्थाने तु परस्परं तुल्यः, ततः पुरुषवेदस्य संरव्येयगुणः ।
૨૬૭