Book Title: Balbodh Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 35
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates જરૂર આવજે. પહેલો વિદ્યાર્થી-ગુરુજી, મોટા વિદ્વાનોની વાતો તો અમને સમજાતી નથી. આપ જ બતાવીને કે મહાવીર ભગવાન કોણ હતા? તેઓ કયાં જન્મ્યા હતા? શિક્ષક- બાળકો, ભગવાન જન્મતા નથી, બને છે. બાળક વર્ધમાનનો જન્મ તો આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં ચૈત્ર સુદ ૧૩ ને દિવસે કુંડલપુરમાં થયો હતો. પાછળથી તે બાળક વર્ધમાન જ આત્મ-સાધનાનો અપૂર્વ પુરુષાર્થ કરીને મહાવીર ભગવાન થયા. બીજો વિદ્યાર્થી- એનો અર્થ તો એ થયો કે અમારામાંથી પણ કોઈ પણ આત્મ સાધના કરીને ભગવાન બની શકે છે. તો શું વર્ધમાન જન્મતી વખતે અમારા જેવા જ હતા? શિક્ષક- તો બીજું શું? એ વાત જરૂર છે કે તેઓ પ્રતિભાશાળી, આત્મજ્ઞાની, વિચારવાન, સ્વસ્થ અને વિવેકી બાળક હતા. તેમનામાં સાહસ તો અપૂર્વ હતું, કોઈથી કદી ડરવાનું તો તેઓ શીખ્યા જ નહોતા. તેથી બાળકો તેમને બચપણથી જ વીર, અતિવીર કહેવા લાગ્યા હતા. ત્રીજો વિદ્યાર્થી- તેમને સન્મતિ પણ કહે છે ને? શિક્ષક- તેમને પોતાની બુદ્ધિનો વિકાસ કરીને પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું, તેથી તેઓ સન્મતિ પણ કહેવાય છે અને સૌથી બળવાન રાગ-દ્વેષરૂપ શત્રુઓને જીત્યા હતા તેથી તેઓ મહાવીર કહેવાયા. તેમનાં પાંચ નામ પ્રસિદ્ધ છેવીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. ૨૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40