________________
૨૬૪
દશ શ્રાવકો
કામદેવ કામદેવ શ્રાવક ચંપાનગરીના રહેવાસી હતા. તેમની સ્ત્રીનું નામ ભદ્રા. તેઓ પણ આનંદ શ્રાવકની જેમ જાત મહેનતથી આગળ વધેલા હતા અને વૈભવ તો આનંદ કરતાંએ દેઢ હતો.
પ્રભુ મહાવીરના ઉપદેશથી તેમણે પણ આનંદ જેવા બતો ધારણ કર્યા ને સાચા હૃદયે પાળવા લાગ્યા. તેમની શ્રી ભદ્રાએ પણ ત્રતા ધારણ કર્યો ને તે પણ પળવા લાગી. એમણે પણ ચાર વર્ષ પછી તદન એકાંત જીવન શરૂ કર્યું. તે વખતે તેમની એક આકરી કસોટી થઈ. એક વખત રાત્રે ધ્યાન ધરીને ઉભા હતા. ત્યાં કોઈ દેવ પિશાચનું રૂપ લઈને આવ્યું. તેના કાન સુપડા જેવા. દાંત દાતરડા જેવા. જીભ તરવાર જેવી. નસકોરા મોટા ચુલા જેવા, માથું મેટું હાથી જેવું. આંખો ખુબ વિકરાળ. શરીરના વાળ પણ ભાલા જેવા.
તેણે કહેર અવાજે કહ્યું. કામદેવ ! તું આ બધું શું કરે છે? આ પ્રતિજ્ઞાઓ ને આ એકાંત જીવન બધું છોડી દે. નહિ તો સમજો કે તારે કાળ આવી રહ્યા છે. પણ કામદેવ તે ધમકીથી બધા નહિ. તે તે ધ્યાનમાં જ મગ્ન રહ્યા. એટલે તેણે બીજા ઘણા ઘણા ભયંકર રૂપ ધારણ કર્યા. પણ પહાડ ડગે તો કામદેવ ડગે. છેવટે દેવ થા ને કામદેવના વખાણ કરી ક્ષમા માગી. પભુ મહાવીરે કામદેવની કસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com