Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદમ્ય ઉત્કંઠા ધર્મનું રહસ્ય શું? કર્મનું રહસ્ય શું? જીવનનું રહસ્ય શું? આ અતિ ગહન વિષય ઉપર ધર્મના રહસ્યને, કર્મના રહસ્યને અને જીવનના રહસ્યને જાણવા સમજવા માટે વિશ્વના તમામ સ્તરે રહેલા વિશ્વના સર્વધર્મ પ્રવર્તકો, મનીષિઓ અને વિદ્વમૂર્ધન્ય દર્શનકારોએ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી દશ્ય, અદશ્ય તમામ પદાર્થો વિષે બુધ્ધિના ખજાનાનો તલસ્પર્શી ઉપયોગ કરીને તારતમ્યરૂપે રહસ્યભૂત સારને હસ્તગત કરવા યુગોના યુગો સુધી પ્રચંડ પુરૂષાર્થ કરીને, વૈશ્વિક પ્રજાજનોના એકાન્ત હિત અને કલ્યાણ માટે પ્રયત્ન કરવામાં અંશ માત્ર પણ પીછે હઠ કરી નથી અને ક્ષતિ રાખી નથી. દરેકે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા જાગે એ સ્વાભાવિક અને સામાન્ય છે કે ધર્મ, કર્મ, જીવન અને આત્માનું રહસ્ય શું હશે? પંચપરમેષ્ઠીના તૃતીયપદે બીરાજમાન, પરમપૂજ્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, યોગનિષ્ઠ ધુરંધર, આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમના ફક્ત ચોવીશ (૨૪) વર્ષના અતિ અલ્પ કહી શકાય એવા જીવનના અતિપ્રશસ્ય ચારિત્ર પર્યાયમાં ધ્યાન અને યોગની શક્તિના પ્રચંડ પ્રભાવે સર્વ ધર્મો અને સર્વદર્શનોનું સારભૂતતારતમ્યરૂપે ફક્તcream(કીમ) રહસ્ય કહેવાય એવા એકસો પચ્ચીસ (૧૨૫) ઉપરાંત મહામહિમવત્ત ગ્રંથોની અભૂતપૂર્વ રચના કરીને અવર્ણનીય અકલ્પનીય ઉપકાર કર્યો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 177