Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 13
________________ છે. સાંભળવાની સાચી રૂચિ તે સુશ્રુષા, સાંભળવું તે શ્રવણ, સાંભળેલા ભાવે હૃદયમાં ગ્રહણ થવા તે ગ્રહણ, તે બેધ વિસ્મરણ ન થવે તે ધારણું, તત્સબંધી વિશેષ વિશેષ વિચાર થવો તે વિજ્ઞાન પ્રશ્ન-ઉત્તર પુર્વક સાંભળેલા ભાવે વિધિ-પ્રતિષેધાત્મક વિચારેએ કરીને ચિત્તને વિષે તત્સંબંધી ઉહાપોહ થવો તે ઉહ-અપેહ, અને પછી તત્ત્વશ્રદ્ધાન રૂપ પિતાને શુદ્ધ વાસ્તવ્ય અભિપ્રાય કે તે તત્ત્વામિનીવેશ. એ પ્રમાણે બુદ્ધિ સંબંધી શેનિક ગુણ વિના શ્રોતાપણું બને નહિ. વળી આગમ, અનુમાન, યુક્તિ, તર્ક, અને અનુભવાદિ પ્રમાણોથી સિદ્ધ થયેલે એ સુખરૂપ દયામય ધર્મ સાંભળીને તેને તુરત ગ્રહણ કરવા. રૂપ સરળપરિણામી જીવ હોય તે જ શ્રોતા ધર્મોપદેશ યોગ્ય છે. પરંતુ સ્વમતિ કલપનાના કલ્પિતનિર્ધારરૂપ ખોટે હઠ જેને છે તેવા જીવને શ્રી વીતરાગપ્રણિત સ્યાદ્વાદધર્મરૂપ હિતકારીશીખામણ રૂચે નહિ. ઉપર કહેલા ગુણવંત શ્રોતાને શ્રી સર્વ પ્રણિત સાચા સુખને માર્ગ કાર્યકારી થાય અર્થાત્ ટુંકામાં સસુખને અભિલાષી હળુકમી આત્મા શ્રી સદ્દગુરુ ઉપદેશથી ધર્મ ઉપાર્જનરૂપ સાચા સુખના માર્ગ વિષે પ્રવર્તે. पापादुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् तस्माद्विहाय पापं चरतु सुखार्थी सदा धर्मम् ८ પાપથી દુઃખ અને ધર્મથી સુખ એ વાત લૌકિકમાં પણ જગતું પ્રસિદ્ધ છે અને સર્વ સમજુ મનુષ્ય પણ એમ જ માને છે. તે જેઓ સુખના અથ હોય તેમણે પાપ છેડી નિરંતર ધર્મ અંગીકાર કરે. પાપથી દુઃખ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે, એ અભિપ્રાય સર્વમાન્ય છે. સર્વ ધર્મનુયાયીઓ તેમાં એકમત છે. તે હે ભો! જો તમે સુખને જ ચાહતા હે તે પાપને છેડે અને ધર્મકાર્ય કરો. રૂડાસુખની ચાહનાવાળા જીવો જ ધર્મ અંગીકાર કરે છે. હે ભવ્ય! સુખની પ્રાપ્તિનું કઈ મૂળ કારણ હોય તો તે એક ધર્મ જ છે. - યથાર્થ શુદ્ધધર્મ આતગુરુ ભગવાનથી જ પ્રાપ્ત થવા ચોગ્ય છે. એ વાત શ્રી આચાર્ય મહારાજ નીચેના સૂત્રથી પ્રતિપાદન કરે છે. सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात् सत्तात्स च तच्च बोधनियतं सोऽप्यागमात्स श्रुतेः साचातात स च सर्वदोषरहितो रागादयस्तेऽप्यतस्तं युक्त्या सुविचार्य सर्वसुखदं संतः श्रयंतु श्रियै ९

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 240