Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “આ સ્થિતિમાં હકીકત શું છે? બન્ને વાતો પરસ્પર વિરીધી છે. આથી બન્ને સાચી તો ન જ હોય. કઇ ચાને સાચી માનવી અને કઇ ૠચાને જૂઠી માનવી? આ જ છે ને તારી શંકા?” ત્યારે સુધર્માજીઅ કહયું: “હા! પ્રભુ! આપ સત્ય ફરમાવી રહયા છો. મારા હૃદયમાં આ જ શંકા છે. મને સમજ નથી પડતી કે પુરુષ મરીને શિયાળ બની શકે છે તો આમ કેમ કહેવામાં આવ્યું છે કે “પુરુષ મરીને પુરુષ જ થાય છે અને પશુ મરીને પશુ જ થાય છે.” બન્ને વાક્યોને સંગત શી રીતે કરવા? જો પહેલી ચાનો અર્થ સમજવામાં મને કોઇ ભ્રમ થયો હોય તો આપ વાસ્તવિક અર્થ સમજાવીને મારો સંશય દૂર કરવાની કૃપા કરો.” ત્યારે પ્રભુ મહાવીરે કહયું: “હે સુધર્મા! પુરુષો મૈં પુરુષત્વમનુતે પશુઃ પશુત્વમ્ ।।'' આ વેદવાક્યનો આશય આ છે કે માણસ પણ જો સરળતા, મૃદુતા વગેરે ગુણોથી યુક્ત જીવન જીવે તો ફરી મનુષ્ય બને છે. અને પશુ પણ જો પ્રમાદ, ક્રૂરતા વગેરે દુર્ગુણોથી મુક્ત ન બને તો મરીને ફરીથી પશુ થાય છે. આનો (આ વાક્યનો) આશય આવો નથી કે માણસ મરીને માણસ જ થાય અને પશુ મરીને પશુ જ થાય. જો આમ ન હોય તો, “માણસ મરીને શિયાળ બને છે.” આવું વેદવાક્ય ઘટી શકે જ નહિ. “બીજી વાત આ છે કે આંબો વાવવાથી આંબાનું ઝાડ થાય અને લીંબુ વાવવાથી લીંબુનું. આવી જે દલીલ તારા મગજમાં સ્થિર થઇ ગઇ છે, તે પણ બરોબર નથી. કેમકે માણસની વિષ્ઠામાં કીડા પેદા થાય છે. અને ગાયના છાણમાં વીંછી જન્મે છે. “આથી જ એમ માનવું જોઇએ કે જે જેવો વ્યવહાર કરે છે તે જ પ્રમાણે તે નવા જન્મમાં પશુ અગર માણસ બને છે. જે માણસ બનવા ઇચ્છતો હોય એણે માણસને યોગ્ય ગુણોને અપનાવવા જોઇએ. નહિ તો તેને મૃત્યુ પામીને પશુ બનવું પડશે. આ જ પ્રેરણા તે ઋચા દ્વારા આપવામાં આવેલી છે.” આ સાંભળીને પોતાની શંકાનું સમાધાન થઇ જતાં સુધર્માજીએ પણ પ્રભુના ચરણોમાં જીવનનું સમર્પણ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તેમની સાથે જ તેમના પાંચસો વિદ્યાર્થીઓએ પણ દીક્ષા લઇ લીધી. પ્રભુ દ્વારા દેવાયેલી “ત્રિપદી”ના આધાર પર તેમણે પણ “દ્વાદશાંગી”ની રચના કરી. પ્રભુએ તેમને પાંચમા ગણધર બનાવ્યા. છટ્ઠા મહાપણ્ડિત મણ્ડિતજી પણ પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થીઓના ૬૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100