Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 82
________________ ખરી સંખ્યા એક. પરાધની સંખ્યા હોય, પણ ખરી માતા એક સો એક એક - એનું નામ સો. એક એ સો નથી, પણ સો વખત એક્કા - એજ સો (૧૦૦ વખત). તેમ બંધ આદિવાળો, પણ અનાદિથી આદિવાળો થતો આવ્યો તેથી અનાદિ. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ટકનારી ૭૦ કોડા કોડ સાગરોપમની સ્થિતિ. તેથી વધારે દળીયું આત્મામાં ન હોય. પાપકર્મ બાંધે તેના પુદ્ગલો ૭૦ કોડાકોડી સાગરોપમથી વધારે વખત ન ટકે. એક સમય પણ વધારે પાપ ન રહે. ચાહે અભવ્ય મિથ્યાદષ્ટિ કે ગોશાળા સરખો ક્રૂર કર્મી હોય, પણ ૭૦ કોડાકોડ સાગરોપમ કર્મ, પણ તે અનાદિથી બંધાતું આવ્યું છે. માટે અનાદિ સૂર્ય ઉદય થાય એટલે દિવસની શરૂઆત, અસ્ત થાય તે દિવસનો અંત. પણ દિવસોની આદિ કઈ? દરેક દિવસની આદિ અને અંત છે. પણ દિવસોની આદિ અંત ક્યાં? હવે જેઓ સૃષ્ટિને કરેલી માનવાના અથવા જેઓ સૃષ્ટિમાં પ્રલય માનવાના તેઓ કહે છે કે સૃષ્ટિ કરી ત્યારે દિવસની શરૂઆત થઈ. પ્રલય વખતે અંત. પછી રાત્રિમાં શું કરશે? દિવસની આદિ અંત માનવા અસંભવિત છે. એક એક રાત્રિ દિવસ બે નહોતો કર્યો. ત્યારે રાત્રિ પહેલેથી હતી જ. સર્ગની આદિમાં રાત્રિ સર્ગને છેડે તેનો છેડો. રાત્રિઓનો છેડો ક્યાં? રાત્રિઓની આદિ ક્યાં? એક એક રાત્રિ આદિવાળી અંતવાળી છતાં રાત્રિઓનો છેડો નથી. સમુદાયની આદિ અંત હોતા નથી. તેમ કર્મ : એક એક બંધાતું કર્મ આદિવાળું અંતવાળું હોય પણ કર્મોની આદિ ક્યાં? એક એક કર્મની આદિ અંત, પણ કર્મોનો છેડો શરૂઆત ક્યાં? એક વાત થઈ. શું ઇશ્વરે સર્ગ ક્રી કર્મનો ભોગવટો શરુ ાવ્યો ? હવે સવાલ રહ્યો કે જેઓ સર્ગ પ્રલય માને છે તેઓને સર્ગ પ્રલય વચ્ચે જીવને કર્મ બંધ હતો કે નહીં? કે મુક્ત હતા? જો જીવો વચમાં કર્મવાળા હતા તો છતે કર્મે ઉદયમાં ન આવવાનું કારણ શું? એ કર્મો પહેલી સૃષ્ટિના કર્મો પ્રલય અને સર્ગ વચ્ચે ફળ દેતાં ન હતા તેમ માનવું પડશે. જો જીવોમાં હતા તો પ્રલય સર્ગ વચ્ચે કર્મ પોતાનો પ્રભાવ દેખાડતા ન હતા ને? ઈશ્વરે સર્ચ પ્રલય કર્યા તો કર્મ ભોગવવા પડે છે. જો સર્ગ ન કરે તો કર્મો ભોગવવા ન પડે. પ્રલયકાળ પહેલાં જે જીવો હતા તે કર્મો બાંધતા હતા તે કર્મોનું શું થયું? પ્રલય થયો એટલે ભોગવવા નથી. વચલા કાળમાં ભોગવવાનું મુલતવી રહ્યું હતું તે સર્ગ કરી ઈશ્વરે ભોગવટો કરાવ્યો. HaiBLE #likwir * , gr'f 151 15મા ધrt1 | I try પાસ , વીણી કngણીતાણા કોરર SE

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138