Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 196
________________ ૩૬ દગા કિસીકા સગા નહિં! મેાડી રાતે એન્ડ્રિયા જ્યારે પેાતાના રજવાડી નિવાસસ્થાને પાછ ફર્યો, ત્યારે તેના હજૂરિયાએ તેને એક ચિઠ્ઠી આપી – 6 કાલે મારું ત્યાં સવારે નવ વાગ્યે જરૂર આવજો; મારું સરનામું તમને ખબર છે.' હજૂરિયાએ ઉપરાંતમાં જણાવ્યું કે, જે માણસને કુંવરસાહેબ દર મહિને ૨૦૦ ફ઼ાંક આપે છે, તે માણસ જ આ ચિઠ્ઠી આપી ગયા છે. આપે આ મહિના માટે આપેલા ૨૦૦ ફ઼ાંક પણ તેણે લીધા નથી. એ ચિઠ્ઠી ફૅડરોની હતી, એ એન્ડ્રિયા તરત સમજી ગયા. બીજેદિવસે ગુસ્સે થત થતા તે પેાતાના નોકરનાં લૂગડાં પહેરી, છૂપા વેશે કૅટરોને ત્યાં ગયા. કૅડરોએ તેને મીઠો આવકાર આપ્યા; અને તેને નાસ્તા કરવા આગ્રહ કરીને બેસાડયો. < પણ મને તે નાસ્તા કરવા જ અહીં બાલાવ્યા હાય, એમ હું માનતા નથી.’ ‘વાહ, તને મહિને દહાડે પણ મળવાનું મન મને ન થાય ? એ સિવાય હું શું કામ અહીં આવા ઘેલકામાં કંગાળ જીવન ગાળતા પડી રહું? બાકી, મારે પણ જોઈતું હોય તે તારી પેઠે નાકર, ઘોડાગાડી, અને સારાં કપડાં વગેરે ન મળે? પણ હું મારા પ્રિય મિત્ર બેનેડીટોને નકામાં તકલીફમાં મૂકવા માગતો નથી. નહિ તો તું જ કહે કે, એ બધું હું માગું નેો મને મળે એમ છે કે નહિ?' ૧૮૬

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202