Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 14
________________ આશા અને ધીરજ વહાણના માલિક શ્રી. મૉરેલ પતે બંદર ઉપર હાજર હતા. તેમને વધુ ધીરજ ન રહી. તરત તે એક નાની હોડીમાં કૂદી પડયા અને શરામોન તરફ સામા હંકારી ગયા. રાગોન ઉપરના જવાન સુકાનીએ માલિકને સામે આવતા જોઈ, તક ઉપર રહ્યાં રહ્યાં, ટોપી હાથમાં લઈ સલામ કરી. માલિકે તેને ઓળખ્યો. “ઓહ, ડાન્ટ કે? સૌ કુશળ તે છો ને? વહાણ ઉપર બધું સૂનમૂન કેમ લાગે છે?' “ભારે દુ:ખની વાત બની છે, સાહેબ! જહાજના બહાદુર કપ્તાન લેંકૉર મધદરિયે સ્વર્ગવાસી થયા.” “હું, આપણા ભલા કપ્તાનને શું થયું?' - “અમે નેપલ્સ છોડ્યું ત્યાં સુધી તે તે સાજાસમા હતા. બંદર ઉપરના અધિકારી સાથે તેમણે ખૂબ વાતચીતો પણ કરી. પણ વહાણ ઊપડયા પછી, ચોવીસ કલાકમાં, તેમને અચાનક મૂંઝવણ જેવું થઈ મગજને તાવ ચડી આવ્યો અને ત્રણ દિવસ બાદ તેમણે દેહ છોડ્યો. અમે દરિયા વચ્ચે તેમની વિધિસર જળાશય્યા કરી છે.' પછી તે બંદરમાં લાંગર નાખવાનું શરૂ થતાં, ઍડમંડ ડાન્ટ તરત ખલાસીઓને હુકમો આપવા મંડી ગયો. દરમ્યાન વહાણ ઉપરથી નખાયેલા એક દોરડાને આધારે શ્રી. મૉરેલ ચપળતાથી વહાણ ઉપર ચડી ગયા. ત્યાં તેમને વહાણને ભંડારી ડેગ્લર્સ ભેગે થયો. તેણે શેઠને દેખતાં લળીને સલામ કરી. શ્રી. મૉરેલની નજર વહાણને બંદરમાં લાંગરવા માટે ચપળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક હુકમો આયે જતા ડાન્ટ ઉપર જ કરી રહી હતી. તે જોઈ, ઈર્ષ્યાથી સળગી જઈને ડેન્ડલર્સ બોલી ઊઠ્યો, “જુઓને સાહેબ, કસ્તાનના પ્રાણ કંઠમાંથી નીકળી રહ્યા પણ નહીં હોય, ને આ ભાઈસાહેબ કોઈને પૂછયાગાછળ્યા વિના જ કમાન થઈ બેઠા છે! વળી માર્સેલ્સ બંદરે સીધા પાછા ફરવાને બદલે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 202