Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 112
________________ ૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પઘરચના [ ૧૦૫ રાખનારા જ છે. પહેલાં બે વ્યાખ્યાનમાં મેં બતાવ્યું હતું કે પારચનાના ઘણું પ્રયોગ સફળ થયા છે. બેંક વર્સના પણ અહી જણાવ્યા તેવા અનેક પ્રયોગો થયા છે. તે દરેક પિતપોતાની રીતે ઉપયોગી થઈ શકે તેવો છે; જોકે તે સાથે મારે ઉમેરવું જોઈએ કે આખ્યાન કાવ્યો (epic poems) ને માટે બેંક વર્સની સૌથી નિકટ જઈ શકે તેવી પદ્યરચના પૃથ્વી છે, અને હું માનું છું અનુષ્કપ પણ એના જેવું કામ આપી શકે. અને દય કાવ્યો માટે વનવેલી ઉપયોગી થાય એમ હું માનું છું, જો કે તેના હજી ઘણું વધારે અખતરા થવાની જરૂર છે. અંતમાં સન્નત રમણભાઈના આશાજનક શબ્દો બોલી પૂરું કરીશ. તેઓ કહે છે “ ગુજરાતી છંદમાં આ ખોટ પૂરી પાડવાની ચચી ઉત્પન્ન થઈ છે અને તે માટે પ્રયત્ન પણ થાય છે એ આશાજનક ચિહ્ન છે. વીરરસની એવી શૈલીનાં કાવ્ય લખનાર કવિ જાગશે ત્યારે તેને હાથે આપોઆપ અકળ છન્દ ઉપજશે. નદી પર્વતમાંથી નીકળીને વહેતી જાય છે તેમ પિતાને માર્ગ પણ ઘડતી જાય છે તેમ કવિતા પણ પોતાના ઉચ્ચારનો માર્ગ પિતાના વેગથી ઘડે છે.”

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120