Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 471
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 470 રજનીગંધાની સુગંધનો અનુભવ જાણે મળે છે. જન્મ, જીવન અને મૃત્યુ જુદાં છે જ નહિ. માતાના ગર્ભમાં જીવનના જન્મ પહેલાં મૃત્યુએ પારણું બની પ્રવેશ કર્યો છે. જીવન જન્મ સાથે જ ઝૂલે છે; મૃત્યુના પારણામાં પણ આ મૃત્યુને પાંદડાં, ડાળ, થડ કશું નથી. એ નિર્મૂળ નિરાકાર તત્ત્વ છે. એને નથી હાથ, ન પગ, ન રેખા, ન ગતિ ન સ્થિતિ. તેજ કે અંધકાર વિનાનું મૃત્યુ નિઃસીમ બ્રહ્માંડ જાણે કે, આ મૃત્યુ અમૃત સંજીવની છે. મૃત્યુ પછીના દિવ્ય પ્રદેશમાં આરસમઢી દીવાલમાં નૂપુરની ઘૂઘરીઓ રણકે છે, ને એમાં દેખાય છે વિવિધ રંગોની ઝાંય. તો કોઈક કવિ મૃત્યુનું વાસ્તવદર્શન કરાવતાં કહે છે, “મૃત્યુના દરદની દવા હજુ સુધી કોઈને જડી નથી. મૃત્યુને નાસતું બીડું હાંફતું પશુ પણ કહ્યું છે. તો બીજી બાજુ દિવ્યમંગલ. ક્યારેક મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉખાને ઠારી દે છે. જીવની ગર્ભસ્થ અવસ્થાની વાત દ્વારા ક્યાંક મૃત્યુની સાથે સાથે પુનરપિ જનને પુનરપિ મરણના વારાફેરાની વાત પણ વિચારાઈ છે. ને ત્યારે કવિ કહી ઊઠે છે કે કશાનો નાશ થતો નથી, જૂનાં પાંદડાં ખરી જાય છે, નવી કૂંપળો ફૂટે છે નવરૂપે જીવન વિલસે છે. અંતમાં શરૂઆત, શરૂઆતમાં અંત, દેહનાં બંધનમાંથી છૂટતી વખતે માનવ આત્માને આગમ્ય પ્રદેશનો સાદ સંભળાય છે, ને મૃત્યુ બની જાય છે મહોત્સવ. મૃત્યુની સંધિકા બની જાય છે “શાંતિનિર્ઝરણ'. તો મૃત્યુની અદીઠ સવારી એના દિવ્યમંગલ પ્રકાશનો પરિચય આપે છે. મૃત્યુ મંદિરની રણકતી ઘંટડીઓ સંભળાય છે કોઈકને. મૃત્યુ શુભ્ર ધવલકલગી સમું. એ કોઈને જાકારો ન આપે. સૌ સાથે એનો શાશ્વત ઘરોબો. પણ કવિ અંતે માનવ છે ને? “મૃત્યુ જીવિત માત્રની પ્રકૃતિ' એ વાત એને સમજાય છે. પણ વસંતે પર્ણ ખરે, એ સમજાતું નથી, સ્વીકારતું નથી. કવિને મૃત્યુ અને ચેતનની અવિરત સ્પર્ધા દેખાય છે. પણ કવિ મૃત્યુને વિજયી તો ક્યારેય નથી માનતા. તો ક્યાંક મૃત્યુને ભીષણ-કરાલ પણ કહ્યું છે. કોઈકને મૃત્યુ માનવરૂપે દેખાયું છે. કવિ કાળના આ વિકરાળ જડબાને ઉઘાડવા પડકાર ફેંકે છે. વક્રદંત, અતિચંડ ઘમંડભર્યા મૃત્યુના દાંત ગણવા કવિ ઉત્સુક છે. તો વળી પાછા તેઓ મૃત્યુની શીળી હિમશપ્યાની વાત પણ કરે છે. “વૈર માત્ર મરણાન્ત યુધિષ્ઠિરને કહેવાયેલાં આ નારદવચનો કવિને જાણે કોઈ મહાન મંત્ર આપી જાય છે. ને તેથી જ કવિ મૃત્યુ સાથે દોસ્તીનો હાથ લંબાવે છે. આ મૃત્યુ કોઈપણ રૂપ ધરીને આવે, વ્હાલપને વરસાવતું, દષ્ટિને પસવારતું, મૃદુ કિરણ બનીને આવે, કે પછી કાળો ઓછાયો બનીનેય આવે. મૃત્યુ છે તો જીવનની મીઠાશ છે. મૃત્યુનો કીમિયો જ એ કે એ પ્રેમામૃતને સર્જી આપે. “મૃત્યુ એટલે પ્રભુ સાથેનું હસ્તધૂનન'. મૃત્યુ આનંદલોકની યાત્રા, મૃત્યુ પિયામિલનનો અવસર. કવિ મૃત્યુને ક્યારેક જીવનનો અતિથિ કહે છે. પણ જ્યારે મૃત્યુ એક પછી એક વ્હાલાં સ્વજનો ઉપાડી જાય છે, ત્યારે કવિ એને મહાભિક્ષુક' પણ કહી નાખે છે, ને તોય અંતરની સમજણ મૃત્યુને માત્ર વેશપલટો જ ગણે છે. મૃત્યુની દિવ્યમંગલ ધન્ય સ્વરૂપની વાત કરતાં એનું માનવીયરૂપ કમ્યું છે. જેમાં મૃત્યુની આકાશ જેવી ઊંડી ને ભૂરી આંખો, ઉષા જેવા સોનેરી ઓષ્ઠ, સુવર્ણરંગી કેશકલાપની મોહિનીની વાત આપણનેય જાણે મૃત્યુની મોહિની લગાડી જાય છે. આવી સુંદરતા બળીને ખાખ થશે, એની ચિંતા કવિને છે. કારણ મૃત્યુ પણ એક દિવસ મરવાનું ને? મૃત્યુનૃત્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512