Book Title: Apunarbandhak Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ યમ, નિયમ વગેરે સ્વરૂપ છે.’’-આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ જે આત્મઘાતક અનુષ્ઠાનો છે તે સાવદ્ય-પાપની બહુલતાવાળાં હોવા છતાં મોક્ષના આશયની સૂક્ષ્મ માત્રા(અંશ) હોવાથી તે અનુષ્ઠાન શુભ મનાય છે. આ વાત(યોગબિન્દુમાં શ્લોક નં. ૨૧૨ ના ઉત્તરાર્ધ્વથી પણ જણાવાઈ છે.)ને જણાવતાં કહેવાય છે કે સાવદ્ય એવું પણ આ અનુષ્ઠાન મુક્તિની ઉપાદેયતાના ભાવના લેશ(અંશથી) શુભ મનાય છે. આથી સમજી શકાશે કે અનુષ્ઠાનનું બાહ્ય સ્વરૂપ અશુદ્ધ હોવા છતાં મોક્ષના આશયલેશથી તેનું આત્યંતર સ્વરૂપ શુદ્ધ બને છે. બીજું જે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે તે સ્થૂલવ્યવહારને કરનારા એવા લોકોની દૃષ્ટિએ સિદ્ધ યમ-નિયમ વગેરે સ્વરૂપ છે. પ્રાણાતિપાત, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ પાંચ યમ છે. શૌચ(બાહ્ય અને આત્યંતર પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન-આ પાંચ નિયમ છે. યમ અને નિયમ વગેરે સ્વરૂપ બીજું ‘સ્વરૂપશુદ્ધ' અનુષ્ઠાન છે. જીવાદિ તત્ત્વને નહિ જાણનારા એવા પૂરણાદિ તાપસોની જેમ પ્રથમ ગુણસ્થાનકે પણ લોદૃષ્ટિએ સિદ્ધ આ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન હોય છે. આશય એ છે કે જીવાદિ નવ તત્ત્વનું પારમાર્થિક જ્ઞાન હોય તો સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન હોય છે જ. પરંતુ તેવું જ્ઞાન નહિ હોવા છતાં લોકદૃષ્ટિએ પૂરણતાપસાદિ સંસારથી વિરક્ત બની યમ-નિયમાદિસ્વરૂપ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન પ્રથમ ગુણસ્થાનકે પણ કરતા હોય છે. ।।૧૪-૨૨ * * * તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે વ. ૪૨ વ વ ) DPEO @n GOOG

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64