Book Title: Aptavani 14 Part 2 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 7
________________ છે, જે સાધકે સ્વયં ખોળીને પ્રાપ્ત કરવાનું રહે છે. આપ્તવાણીમાં પ્રગટ જ્ઞાનીએ સો ટકા શુદ્ધ સોનું જ આપ્યું છે. અત્રે સંકલનમાં પરમ પૂણ્ય દાદાશ્રીની વાણીથી વહેલા જુદા જુદા દાખલાઓ ગુહ્યતમ તત્ત્વને સમજવા પ્રસ્તુત થયા છે. અનુભવગમ્ય અવિનાશી તત્ત્વને સમજવા વિનાશી દાખલાઓ હંમેશાં મર્યાદિત જ હોય છે. છતાં જુદા જુદા એંગલથી સમજાવવા તથા જુદા જુદા ગુણને સમજવા જુદા જુદા દાખલાઓ ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે. ક્યાંક વિરોધાભાસ જેવું લાગે પણ તે અપેક્ષિત છે, માટે અવિરોધાભાસી હોય છે. સિદ્ધાંતને ક્યારેય છેદતું હોતું નથી. - પરમ પૂશ્ય દાદાશ્રીની વાતો અજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની છે. પ્રસ્તાવનામાં કે ઉપોદઘાતમાં સંપાદકની ક્ષતિઓ હોઈ શકે. તેમ જ આજના ઊઘાડ પ્રમાણે આજે આ જણાવાયું હોય, પણ જ્ઞાની કૃપાથી આગળ વિશેષ ઊઘાડ થઈ જાય તો એ જ વાત જુદી ભાસે. પણ ખરેખર તો તે આગળના ફોડ હોય. યથાર્થ જ્ઞાનની સમજ તો કેવળીગમ્ય જ હોઈ શકે ! તેથી ભૂલચૂક લાગે તો ક્ષમા પ્રાર્થીએ છીએ. જ્ઞાની પુરુષની જ્ઞાનવાણી વાંચ વાંચ કરીને એની મેળે મૂળ વાતને સમજવા દો. જ્ઞાની પુરુષની વાણી સ્વયં ક્રિયાકારી છે, જરૂર સ્વયં ઊગી નીકળશે જ. પોતાની સમજણને ફૂલ પોઈન્ટ (સ્ટોપ) મૂકવા જેવો નથી. હંમેશા કોમા રાખીને જ આગળ વધીશું. જ્ઞાનીની વાણીનું નિત્ય આરાધન થયા કરશે તો નવા નવા ઊઘાડ થશે અને સમજ વર્ધમાન થઈ જ્ઞાન દશાની શ્રેણીઓ ચઢવાને માટે વિજ્ઞાન સ્પષ્ટ અનુભવમાં આવતું જશે. અતિ અતિ સૂક્ષ્મ વાતો, વિભાવ કે પર્યાય જેવી, યદિ વાંચતા સાધકને ગૂંચવાડામાં મૂકે તો તેથી મૂંઝાવાની જરૂર નથી. આ ના સમજાય તેથી શું મોક્ષ અટકી જશે ? જરાય નહીં. મોક્ષ તો જ્ઞાનીની પાંચ આજ્ઞામાં રહેવાથી જ સહજ પ્રાપ્ય છે, તાર્કિક અર્થ ને પંડિતાઈથી નહીં. આજ્ઞામાં રહે તો જ્ઞાનીની કૃપા જ સર્વ ક્ષતિઓથી મુક્ત કરાવે છે. માટે સર્વ તત્ત્વોના સાર એવા મોક્ષ માટે તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ જ સાર છે. - ડૉ. નીરુબહેન અમીતPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 243