Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 234
________________ (૧૧) પુદ્ગલ ભાવ ! આ અને પછી શોધખોળ કરતાં એવું લાગ્યું કે તો જડ ભાવોમાં તું ગૂંચાયો છું. નહીં તો આટલું બધું હોય નહીં ને ! એક-બે દહાડા થાય તો અમે કહીએ એટલે નીકળી જાય બધું. પણ આ જડ ભાવો તો નીકળે જ નહીં કોઈથી. ૩૮૧ અમે કોઈ માણસ આખા સત્સંગને હેરાન કરતો હોય, તો અમે કહીએ કે એય નાલાયક, અહીં નહીં ચાલે તારું.' અહીં સત્સંગની હેરાનગતિને કાપવા માટે અમે આમ વીતરાગતાથી બોલીએ. તોય પછી મહીં તો, ‘નાલાયક છે, બહુ જ ખરાબ માણસ છે, એ આમ છે ને તેમ છે’ ને બધું તોફાન મહીં ઊભું થાય. એટલે અમે કહીએ કે એ ઉપકારી છે', તો ચૂપ. આપણે પહેલાં કહ્યું ને, આપણે જાતે કોઈને ખરાબ કહીએને, એટલે એને જોઈતું હોય, પછી મૂઆ કૂતરાં (જડ ભાવો) ભસાભસ કર્યા કરે. કારણ કે મહીં બધી બાજુનાં કૂતરાં હોય. જગત આખું તો તેમાં જ મૂંઝાયું છે ને જડભાવોમાં ! પોતે ચેતન ને જડ ભાવમાં મૂંઝાયેલું છે જગત. તે એમાંથી મુક્ત કરીએ છીએને આપણે. જો આ જાત્રા કરી આવ્યા એક મહિનો, પણ પેટમાં પાણી હાલ્યું છે ? દાદા શ્યાં ને ત્યાં દેખાતા હતા, કહે છે. કારણ કે એ વાતને સમજી ગયેલા કે આમાં આથી બહાર બીજું નહીં. એટલે આ જડ ભાવો છે, આપણા ભાવ હોય તો વાત જુદી છે. પ્રશ્નકર્તા : આપણે ચેતન ભાવને જ સાંભળવાનું ? દાદાશ્રી : આપણે ચેતન ભાવનું સાંભળવું. જડ ભાવનું તો સંભળાય જ નહીં. પ્રશ્નકર્તા : હવે આપણે કહીએ છીએને, ‘ઉપકારી છે’, તો ‘કેવી રીતે ઉપકારી છે' એવું કહે છે બધા. દાદાશ્રી : ઉપકારી બોલવાનું તો એટલા માટે કે એને નાલાયક કહ્યા, એટલે એ બધી જાતના, એ તરફનું જ બધું નેગેટિવ બોલ બોલ કરશે બધા. એટલે આપણે જાણીએ કે આ આપણે નેગેટિવ બોલ્યા, તેને આપ્તવાણી-૧૪ (ભાગ-૨) લીધે આ બધા કૂતરાં પાછળ ભસવા માંડ્યાં. આપણે તો જરૂર પૂરતું નેગેટિવ બોલ્યા, કેમ કે આને કાઢવા પૂરતું. અત્યારે આ મુશ્કેલી થાય છે, પણ તેમાં કંઈ કાયમ માટે એની પર રાગ-દ્વેષ નથી. પણ પછી પેલા જડ ભાવો રાગ-દ્વેષ કરાવડાવે, પછી તો કહેશે, ‘આમ છે ને તેમ છે ને ફલાણું છે.' એટલે અમે કહીએ કે, ‘ભઈ, એ તો ઉપકારી છે.’ ત્યારે પાછા બધા ચૂપ થઈ જાય. ૩૮૨ પહેલેથી તું બોલું કે આ ભાઈ તો ઉપકારી છે, તો એ બાજુ નહીં બોલે પછી. તું બોલું કે આ તો પક્ષપાત કરે છે, એટલે ધમધોકાર બોલવાનું ચાલુ થઈ જાય. જડનું કામ જ એ છે. સામાને જાળમાં નાખી દે. નાખીને ફેંકી દે અંદર. એથી તો બધાને ચેતવેલા અમે, કે જડ ભાવથી ચેતજો. મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. લેપાયમાન ભાવો કહેવાય એને. આપણે ન લેપાવવું હોય તોય લેપી નાખે. કેટલાક અહીં હાથચાલાકીવાળા માણસ નથી હોતા ? આપણે ચા ના પીવી હોય તોય આમ દાઢીમાં હાથ ઘાલી ઘાલીને પીવડાવી દે ત્યારે છોડે. અલ્યા, મારા અધિકારની બહાર તેં કર્યું ? પાંચ રૂપિયા ના આપવા હોય તોય પાછા એના ફંડમાં પાંચસો લખાવડાવી દે. અમથી દાઢીમાં હાથ ઘાલે, આમ કરે, ગલીપચી કરે, ફલાણું કરે પછી જતો રહે, મૂઓ. હવે એ લેપાયમાન ભાવો આપણે સંઘર્યા એટલે આપણું ધાર્યું ના થયું. પ્રશ્નકર્તા : એ ભોગવટાના પ્રસંગને લીધે જ અહીં આવ્યો છું. એ પ્રસંગ ના બન્યો હોત તો અહીં આવત જ નહીં. દાદાશ્રી : હા, ત્યારે તો એ પ્રસંગ ઉપકારી કેટલો તારા માટે, નહીં તો તું ગોથા ખાયા કરત. પ્રશ્નકર્તા : અંદરના જડ ભાવો એવા છે ને કે સામાને દોષિત દેખાવડાવે છે.

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243