Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 148
________________ ૨૬૫ આપ્તવાણી-૧૧ આમ થઈ જાય તો શું થાય ? આમથી આમ થઈ જાય તો શું થાય ? અરે, શું જવાનું છે ? જે થવાનું છે તે થવાનું છે. મેલને પૂળો અહીં. તમારે અહંકાર અને મમતા બેઉ ઊડી ગયા. અને તો જ ચિંતા વગર જીવન જીવી શકે માણસ. નહીં તો ચિંતા વગર તો કોઈ ક્રમિક માર્ગના જ્ઞાનીએ ના જીવન જીવી શકે. ક્રમિક માર્ગ એટલે અગ્રલોચ ખરો જ. ભૂતકાળ ગયો પણ અગ્રશોચ ખરો. તે પછી જ્ઞાનથી દબાવ દબાવ કરે. છાવર છાવર કરે. ક્રમિક માર્ગના જ્ઞાનીઓ ય શું કહે ? અંદર આનંદ છે ને બહાર ઉપાધિ છે, બહાર ચિંતા છે, અગ્રલોચ હોય. તમારે અગ્રલોચ મટાડવા માટે તો મેં વ્યવસ્થિત કહી દીધું છે કે ભઈ, હવે અગ્રશોચ શું કરવા કરો છો ? તમને વ્યવસ્થિત કહી દીધું એટલે બધું એમાં આવી ગયું. કારણ કે ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં, કારણ કે સવારમાં ઊઠીને મિનિટ પછી શું થશે, એ વ્યવસ્થિતના તાબામાં ! ક્રમિક માર્ગમાં લખે એ લોકો કે એક કલાક પણ જગત વિસ્તૃત થતું નથી. બધું આયા જ કરે. ભૂતકાળ ને ભવિષ્યકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ બેઉ આયા જ કરે. અગ્રલોચે ય મહીં વર્યા કરે. જે તીર્થકરોએ લખ્યું છે, જીવને અરશોચ રહેવાનો જ ભવિષ્યનો. સમકિત હોય તો ય અJશોચ રહે. ૨૬૬ આપ્તવાણી-૧૧ બીજા કોઈને વ્યવસ્થિત હોતું નથી. જ્ઞાન આપીએ તેને કહીએ કે હવે તારી લાઈફ બધી વ્યવસ્થિતના આધીન છે. માટે તારે ગભરામણ નહીં થાય. પણ અમારી આજ્ઞામાં રહેવાનું. બીજા વ્યવસ્થિતના અર્થનો દુરુપયોગ કરે. બીજું આખું જગત જ અગ્રશોચવાળું છે, સંતો-જ્ઞાનીઓ બધા. પ્રશ્નકર્તા : એનું કારણ એ કે એમને કર્તાપદ હોય એટલે ને ? દાદાશ્રી : કર્તાપણું રહે. આત્માનું વધતું જાય એટલું કર્તાપણું ઘટતું જાય, પણ કર્તાપણું રહે. પહેલાં તમે કર્યા હતા. ને કર્તા હતા એટલે ભૂતકાળની તમને ઉપાધિ રહેતી હતી, વર્તમાનની ઉપાધિ રહેતી હતી અને ભવિષ્યકાળનો અગ્રલોચ રહેતો હતો. હવે તમે કર્તા છૂટ્યા એટલે ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં, એટલે વર્તમાનમાં રહો. જેમ આ દાદા રહે છેને વર્તમાનમાં, એવી રીતે. એટલે ફ્રેશ દેખાય પછી દાદા. થાકેલા દાદા પણ ફ્રેશ દેખાય. એનું કારણ શું ? ત્યારે કહે, વર્તમાનમાં જ હોય. એટલે આ વ્યવસ્થિત તો બહુ હેલ્પીંગ છે. માટે કામ કાઢી લો. નથી અત્યારે તમને કોઈ પરીક્ષા નથી, ટેસ્ટ એક્ઝામિનેશન નથી. આત્મા ભાન કરીને તમને પ્રાપ્ત થયો છે. એમાં તમારે કંઈ ટેસ્ટ એક્ઝામિનેશન આપવી પડતી નથી. હવે આ પાંચ આજ્ઞાઓ સહેલી ને સરળ છે. ઘર છોડવાનું નથી, બહાર છોડવાનું નથી, છોડીઓ પૈણાવીને છૂટ આપે છે. છોકરાં પૈણાવાની છૂટ આપે છે. ફિકર-ચિંતા કરવાની નહીં આગળની. બધો અગ્રશોચ સોંપી દીધો એને, વ્યવસ્થિતને. અને ભૂતકાળ એ તો હાથમાંથી જ ગયો. વર્તમાનમાં રહ્યો. એટલે દાદા પાસે સત્સંગમાં બેઠાં એટલે વર્તમાનમાં. એટલે તમને આ અક્રમવિજ્ઞાન આપ્યું એટલે વર્તમાનમાં રહી શકો છો. એટલે વર્તમાન કાળમાં છો અત્યારે, એવું આ વિજ્ઞાન છે ! વ્યવસ્થિતનું જ્ઞાન એ અજાયબ વિજ્ઞાન છે. કર્તાપદ છૂટે તો જ વર્તાય વર્તમાનમાં ! પ્રશ્નકર્તા : હવે ક્રમિકમાર્ગમાં બધા હોય, પણ જે થઈ રહ્યું છે, એ તો થઈ જ રહ્યું છે ને, એ વ્યવસ્થિત જ ને. એમના માટે પણ વ્યવસ્થિત તો ખરું જ ને ! એ સમજે નહીં, એ જુદી વાત છે. દાદાશ્રી : એ જે થઈ રહ્યું છે વ્યવસ્થિત છે. પણ તે આગળનો વિશ્વાસ ના બેસે. અને અગ્રશોચ જાય નહીં. પ્રશ્નકર્તા : એને ન જાય, પણ આપણી સમજ માટે એને જે થઈ રહ્યું છે એ વ્યવસ્થિત જ છે ને ! દાદાશ્રી : હા. પણ વ્યવસ્થિત અમે જેને જ્ઞાન આપીએ તેને હોય,

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155