Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 182
________________ આપ્તવાણી-૧૧ ૩૧૧ વસ્તુ જ નથી. તો કહે, તો એ ય ખોટું છે. પછી કાળ અને સ્વભાવ. સ્વભાવ એટલે શું ? કે ‘ભઈ કેરી ક્યાં મળે' ? ત્યારે કહે છે, “જે ઝાડનો સ્વભાવ હોય કેરી આપવાનો ત્યાં મળે.’ હા, આપણે લીમડા પાસે બેસી રહીએ, આખું વર્ષ તો ય કેરી મળે ? તો આપણે ક્યાં જવું પડે ? કેરી આપવાનો સ્વભાવ કોનો છે ? એ લોકોને પૂછીએ તો ય કહે કે આ આંબાના ઝાડમાં છે, એટલે સ્વભાવ નક્કી થઈ ગયો ! પછી આપણે કરી લેવા ત્યાં જવાનું. આપણે કહીએ આંબાને કે ‘કેરી આપ”. ત્યારે કહે, “અત્યારે તું શાનો આવ્યો છે ?” દીવાળી ઉપર કેરી મળતી હશે મૂઆ ? ૩૧૨ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આંબો શું કહે ? કેરી મળશે તો અહીં જ, બીજી જગ્યાએ નહીં, પણ તે કાળ પાકે ત્યારે. એટલે આ પાંચ સમવાય કારણો. સમજ પડીને ? પ્રશ્નકર્તા: આ પાંચ સમવાય કારણો અને જ્ઞાની મળવા એને શું સંબંધ છે ? દાદાશ્રી : બધો ય સંબંધને વળી, આ પાંચ કારણો વગર તો જ્ઞાની પુરુષ ભેગા જ ના થાય ને ! અજ્ઞાની ભેગો ના થાય ને ! ગજવા કાપનારો ભેગો ના થાય ને ! પ્રશ્નકર્તા : ના મળે. અહંકાર ઊતારી પાડે, નિયતિ-ટ્રેકમાંથી ! દાદાશ્રી : એટલે કહે છે જૂન મહિનામાં આવ. એટલે કાળ ભેગો. થાય. નહીં તો કેરી મળે ? પ્રશ્નકર્તા : ન મળે. દાદાશ્રી : એટલે આ કાળ, સ્વભાવ, સમજ પડીને ? નિયતિ એટલે આંબાને મોર તો આવે, ત્યાં ઓચિંતું કંઈ એવું આવ્યું, વાવાઝોડું તો બધો મોર ખરી પડે ને કેરી બેસે નહીં એ ત્યારે. એટલે પછી આપણે જઈએ ને કહીએ કેરી કેમ નથી આપતો ?” ત્યારે કહે, ‘નિયતિ આડી આવી.” હવે અત્યારે નિયતિ બરોબર રેગ્યુલર હોય, સ્વભાવ રેગ્યુલર હોય, કાળ રેગ્યુલર હોય ને કરી આવી હોય. ત્યારે પુરુષાર્થ કરવા માંડ્યો આપણે લેવા સારું. કૂદકા મારીએ પણ હાથમાં ના આવે ત્યારે કહે “શું વાંધો છે ?” ત્યારે કહે, ‘પ્રારબ્ધ નથી.” પછી એક જણ આવ્યો એકદમ દોડતો. ‘અલ્યા, શું જોઈએ છે ? કહેને !” ત્યારે કહે, ‘આ કેરી મારે તોડવી છે.” તોડી આપે એટલે પ્રારબ્ધ ભેગું થઈ ગયું. એ જાણે કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. કશું વળ્યું નહીં ને ! મનમાં આવે એવું કરી નાખે. પણ તે મહીં થવું જોઈએ ને, ટાઈમ પાવો જોઈએ ને કાળ પાક્યા વગર કેરી આપે આંબો ? પ્રશ્નકર્તા : નિયતિ એટલે પ્રવાહ. હવે ‘પ્રવાહ એટલે શું ?” એ સમજાવો. દાદાશ્રી : ગાડી ઉપડે ને તો દરેક સ્ટેશને એકઝેક્ટ એના ટાઈમમાં હોય, બધું હોય. એટલે મુંબઈ આવે ત્યારે એને નિયતિ કહેવાય. એ ડખોડખલ થઈ એટલે નિયતિ ઊડી. એટલે આ ગાડી નિયતિવાળી છે એવું કહે છે. પ્રશ્નકર્તા : એ ડખોડખલ કરવાની સત્તા કોની ? દાદાશ્રી : અહંકારની. પ્રશ્નકર્તા : ઉત્ક્રાંતિવાદનો જે નિયમ છે એ નિયતિ ઉપર આધાર રાખે છે ? દાદાશ્રી : હા, નિયતિ ઉપર આધાર રાખે છે. પ્રશ્નકર્તા : એટલે મનુષ્યમાં આવ્યા પછી એ નિયતિ રહેતી નથી ને ! માનવદેહ ધારણ કરે પછી નિયતિ રહેતી નથીને એને ?

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204