________________
અને તેની એક એક પ્રકૃતિનો ઉપશમ કરવાની ભાવના ઉત્પન્ન થશે. અને ઘણા અનિષ્યમાંથી પોતાના આત્માને જળકમળવત્ બનાવી દુ:ખોની માયાજાળથી બચી જશે. અન્યથા ખાવા પીવામાં, રહેણી કરણીમાં, વ્યાપાર રોજગારમાં, લેવડ દેવડમાં અને છેવટે ભોગવિલાસના માર્ગે ચઢી જીવનને બરબાદ કરશે. માનવમાત્રને આવા અનિષ્ટોમાંથી બચાવવાના પવિત્ર દિશે જ ભગવાન મહાવીર સ્વામીએ ભોગપભોગ વિરમણવ્રત અનર્થ દંડ વિરમણ વ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત અને છેવટે અતિથિ સંવિભાગ વ્રત જેવા વ્રતોની બક્ષિશ કરી છે. પણ માનવ જીવનની કરૂણતા છે કે તે જાણી બુઝીને સીધે માર્ગે ન આવતા પાપ માર્ગે જાય છે. અને જ્યારે ૨પ - ૫૦ લાખની રેડ પડે છે, ભરબઝરમાં મનીબેગ લાઈ જાય છે. વૃદ્ધાવસ્થાના પ્રવેશદ્વારે આવતા જ હાર્ટ એટેક બી.પી, ભગંદર, કૅશ૨, દમ, મહાદમ, આદિની જીવલેણ બિમારીઓથી ગ્રસ્ત થાય છે. ત્યારે પણ આત્મા જાગૃત થતો નથી.
મોહકર્મનો ઉપશમ: ખૂબ જ શ્રદ્ધા પૂર્વક સ્વીકારેલા વ્રતધારીના ભાગ્યમાં રહે છે.
હવે જાણવાનું શુલભ રહેશે કે મહાવીર સ્વામીના કર્મવાદ ઉપ૨ ભાગ્યવાદ નહી પણ પુરૂષાર્થવાદનો પડછાયો છે. આ કારણે જ. (૧) કરેલા કર્મો નો ઉદય. (૨) કરેલા કર્મોની ઉદીરણા.