Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 14
________________ क અનુભવ રસ : कककक આમુખ જૈન સંતપુરુષોના સંબંધમાં જે સંશોધનાત્મક કાર્ય થયેલ છે. તે પૈકી આ “અવધુત યોગી આનંદઘન” પર મને પણ લખવાની પ્રેરણા થઈ. ડો. રમણભાઈ શાહે મને આ વિષય સૂચવ્યો અને મે તેને સ્વીકારી લીધો. ઘણાં મહાનુભાવોએ એમનાં પર લખેલ છે એટલે સહેજે મને થતું હતું કે આ એક નવો ઉમેરો કરવાની મારી લાયકાત કેટલી? પણ પૂ. આનંદઘનજી એ એક એવું વ્યક્તિત્વ છે કે એમને સમજવા ગમે તેટલું લખીએ ઓછું છે. પ્રભુપૂજામાં એમ તો ઘણાં પુષ્પો હોય પણ આપણી ભાવનાનાં પ્રતિક સમુ એક પુષ્પ આપણે પણ અર્પણ કરીએ જ છીએ ને! ભારતના અવધુત યોગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધ્યાત્મિક અભિગમોમાં જૈન પરંપરાના અવધૂત આનંદઘનજીનો અભિગમ અદ્ભુત છે. એમનું અસામાન્ય જીવનવૃત્તાંત, નિખાલસ અને દંભવિહોણું માનસ,ઊંડુ અંત:કરણ સહજપણે આત્માની અનુભૂતિની સમજ આપણને સ્પર્શી જાય તેમ છે. મને આ શોધ કાર્ય થકી એમનો તથા એમનાં ગહનપદ સ્તવનોનો પરિચય મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે અને સાથે - સાથે ભારતનો આધ્યાત્મિક ભંડાર પણ કેટલો વિપલ છે. એનો ખ્યાલ આવ્યો. પૂ. આનંદઘનજી શરૂઆતથી જ મારા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. મારી તરૂણાવસ્થાથી જ મને સંતોનો ભેટો થતો રહ્યો છે અને મારા દીક્ષાર્થી જીવનમાં પણ આધ્યાત્મિકતા અને પ્રધાનપણે રહી છે. જો કે મને મારી ખાસ્સી હઠીલી માન્યતાનો ખ્યાલ છે તેથી કોઈ મોટો દાવો હું ના કરી શકું. આધ્યાત્મમાર્ગે ચાલવામાં ખાધેલી ઠોકરો વખતે અમે હારીને બેસી પડાય એવી વિષાદમય ક્ષણોમાં આનંદઘનજીનાં પદોએ મારો હાથ ઝાલ્યો છે. પડતી – આખડતી, અફળાતી-કૂટાતી અને ધૂળ ખંખેરીને ફરી ચાલવા માંડતી અધ્યાત્મમાર્ગની હું એક અદની મુસાફર છું. એ માર્ગે મળેલી ભેળસેળ વગરની નિષ્ફળતાઓ, જીવનમાં સાંપડેલી અનેક છીછરી સફળતાઓ કરતાં મને વધારે આકર્ષી રહી છે. જીવનની ગુણવત્તાની વાત કરું તો મારા સમગ્ર જીવનમાં આ શોધ કાર્ય કરતી વેળા હું પરી માત્રામાં જીવી છું. મન મૂકીને જીવનને માણ્યું છે. જીવનની આ આનંદમય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 406