Book Title: Antariksh Parshwanath
Author(s): Jambuvijay, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 47
________________ કરી; પરંતુ દિગંબરોએ તે સામે વાંધો ઉઠાવ્યો અને સીવીલ પ્રોસીજન કોડની ૪૭ મી કલમ ને આધારે આકોલાની કોર્ટમાં તેમણે રજી (Application) કરી કે – શ્વેતાંબરોને પ્રિવી કાઉન્સીલના ચૂકાદાથી લેપ કરવાનો ભલે અધિકાર મળ્યો હોય, પણ તેમાં લેપ ક્યારે કરવો તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છોટની પહોળાઈ તથા જાડાઈનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હોવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શ્વેતાંબરોને લેપ કરવાની રજા ન મળવી જોઈએ. શ્વેતાંબરોએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ પ્રોસીજર કોડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકોલાની કોર્ટની ન્યાયાધીશે શ્વેતાંબરોની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૩૭ના ઓર્ડરથી દિગંબરોની અરજી કાઢી નાંખી. એટલે દિગંબરોએ તરત નાગપુરની હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટ દિગંબરોની અરજી મંજૂર રાખી અને લેપની રીત નક્કી કરવા માટે આ કેસને આકોલાની કોર્ટ ઉપર પાછો મોકલી આપ્યો. કેસ ચાલ્યો અને તેમાં દિગંબરોએ કટિસૂત્ર અને કચ્છોટના ચિન્હ ને બહુ જ આછાપાતળા અને બારીક બનાવવાની માગણી કરી. શ્વેતાંબરોએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કટિસૂત્ર અને કચ્છોટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાનો અમને અધિકાર મળવો જોઈએ. કોર્ટે બંને પક્ષનાં અનેક સાક્ષીઓની જુબાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયનોનિકાલ (Order) આપ્યો કે શ્વેતાંબરોને કટિસૂત્ર તથા કચ્છોટની લેપમાં આકૃતિ કાઢવાનો અધિકાર છે. કટિસૂત્ર (કંદોરા) ની પહોળાઈ ૧ ઈંચ જેટલી રાખવી. અને કમરની એક બાજુથી બીજી બાજુ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસૂત્રની આકૃતિ કાઢવી. કટિસૂત્રની ડાઈ ૧/૩ એકતૃતીયાંશ ઈચ અર્ધ ગોળ આકારે કાઢવી. કચ્છોટની ડાઈ ૧/૮ એકઅષ્ઠમાંશ ઈચ જેટલી રાખવી. અને પહોળાઈ ઉપરના (પ્રારંભના) ભાગે ર ઈંચ જેટલી અને નીચેના (છેડાના) ભાગ આગળ રાય ઈચ જેટલી રાખવી. મૂર્તિનો લેપ ચાલતો હોય ત્યારે અને સુકાઈ જાય ત્યાં સુધી પૂજાપ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબંધ મૂકે તે સામે દિગંબરોએ વાંધો ઉઠાવવો નહીં. અને શ્વેતાંબરોએ જ્યારે લેપ કરવો હોય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. આ પ્રમાણે હુકમ (Order) મળવાથી શ્વેતાંબરોએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં દિગંબરોએ આકોલાના ચૂકાદા સામે ફરી પાછી નાગપુર હાઈકોર્ટમાં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાઈકોર્ટના યુરોપિયન જજ R. E. પોલોકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ (Order) આપ્યો અને તેમાં આકોલા કોટ્રના ઓર્ડરને મંજૂર રાખીને દિગંબરોની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબરો જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે શ્વેતાંબરોને જે કંઈ કોર્ટનું ખર્ચ થયું છે તે ભરપાઈ કરી આપવા માટે દિગંબરોને હુકમ કર્યો | ૪૫ મિ છે પાકે થી અતિરિક્ષા પાર્શ્વના

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60