Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 181
________________ દૃષ્ટિરાગ હંમેશા આંધળો હોય છે, કોઈ ભક્તને આ વિચારવાની ફુરસદ નથી, વળી, નવાપંથના રચનારાઓની વાતો પણ અંતે જિનદર્શનનો જ એક ભાગ હોય છે, કોઈ નવીન વાત હોતી નથી, પણ પ્રભુની એ વાતોને પોતાના નામે ચઢાવી દેવાય છે. અને યુગદષ્ટ બની જવાય છે. ક્રમ વિજ્ઞાની હોય કે અક્રમ વિજ્ઞાની, કોઈ પણ એમ કહી શકશે ખરા, કે અમે જે કહીએ છીએ તે મારી સ્વતંત્ર વિચારધારા છે ? પ્રભુ વીરના સ્યાદ્વાદ ગર્ભિત માર્ગથી અમારો માર્ગ–અમારી વાતો તદ્દન નિરાળી, તદ્દન ભિન્ન, તદ્દન વિપરિત છે? ના, કોઈ જ કહી શકશે નહીં, કારણ ભગવાનનો માર્ગ રત્નાકર સમાન છે, તે જ શુદ્ધ માર્ગ છે. પૂર્ણ માર્ગ છે, તેમાં શું નથી ? આજકાલના ફટી નિકળેલા માર્ગો તો તેના ખાબોચીયા જેવા છે. હૃદય ચોખ્ખું રાખીને સ્પષ્ટ બેમાંથી એક વાત કરવી જોઈએ, કે આ અમારો મત સ્વતંત્ર છે, પ્રભુએ બતાવેલ માર્ગથી તદ્દન ભિન્ન ન્યારો છે, અમે જ સ્વતંત્ર રૂપે તે સ્થાપ્યો છે. કા, કહેવું જોઈએ, કે અમારો માર્ગ પરમાત્માના માર્ગથી સંગત જ છે, અમે જે કહીએ છીએ, તે પ્રભુના વાડ્મયને અનુસાર જ કહીએ છીએ. ફાવે એટલુ પકડી લેવાનું, તેય પોતાના નામે ચઢાવી દેવાનું, બીજું છોડી દેવાનું. આમ દહીં-દૂધમાં પગ રાખવો ઉચિત નથી. | દોષોનું મિચ્છામિ દુક્કડમ્ દો, ભગવાન્ ! આપ મારામાં બિરાજમાન છો, આપનું સ્વરૂપ એજ મારૂ સ્વરૂપ છે. હું શુદ્ધ આત્મા છું. હું અભેદભાવે આપને નમસ્કાર કરું છું. મારા દોષોને આપની સમક્ષ જાહેર કરું . મારા દોષોનો પસ્તાવો કરું છું. એકરાર કરું છું. મારા દોષોની ક્ષમા યાચું છું. ફરી દોષો ના થાય એવી શક્તિ માટે પ્રાર્થના કરું છું. “ભેદભાવ” ની વાસના દૂર કરવાની પ્રાર્થના કરું છું. અભેદ સ્વરૂપની પ્રાપ્તિ ઝંખુ . આ બધી વાતોમાં નવીન શું છે ? આ બધી વાતો પરમાત્માએ બતાડેલી જ છે, અલગ મત સ્થાપી પોતાના નામે આજ વાતો કરવી, એ પરમાત્માની મોટી આશાતના છે, મફતીયા જસ ખાટવાનો શુદ્ર પ્રયાસ છે. અન્ય અન્ય પંથીઓ દ્વારા જે વાત કરવામાં .174.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186