________________
૩ઃ શ્રી સંભવનાથ સ્તવન
[૬પ પૂર્વસેવાના આવા પ્રકારથી પ્રાણી ગપ્રાપ્તિને લાયક બને છે. જ્યાં સુધી ભૂમિકાની શુદ્ધિ ન થાય, ત્યાં સુધી તેના પર ચિતરામણ થતું નથી. તે જ પ્રમાણે આ પૂર્વસેવાના પ્રકારે કરવા માટે પણ આત્મિક ભૂમિકાની શુદ્ધિ કરવાના અનેક માર્ગો બતાવવામાં આવ્યા છે. આ ભૂમિકાશુદ્ધિને માટે એક દષ્ટાંત રજૂ કરવા યોગ્ય જાણવામાં આવેલ છે. એક રાજાને ત્યાં બે સુપ્રસિદ્ધ ચિતારાઓ આવ્યા અને પિતાના કામની પ્રશંસા કરવા લાગ્યા. બન્ને દૂર દેશના અને એકબીજાથી તદ્ધ સ્વતંત્ર હોઈ રાજા પાસે કામ અને ઈનામ ચાહતા હતા. રાજાએ બનેના કામને જોઈ ઇનામ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. અને ચિત્રકારોએ પિતાની આવડતને પરિચય કરાવવા કબૂલાત આપી. રાજાએ તેમને એક વિશાળ મંદિરના મોટા હેલની બે સામસામી ભીતે પર પિતપેતાની કારીગીરી બતાવવા હુકમ કર્યો, અને એકબીજાના કાર્યની છેવટ સુધી ગુપ્તતા જળવાય તેટલા માટે વચ્ચે પડદે કરાવી દીધા. બન્ને ચિત્રકારેએ પિતાપિતાની ભીતે પર કામ આદર્યું. એક ચિત્રકારે સૃષ્ટિસૌંદર્યનાં અનેક દ પિતાને સેપેલ ભીંત પર ચીતર્યા. એ તે દરરોજ અવનવા રંગો મંગાવે અને તેનાં મિશ્રણ અજમાવે અને કામ ધપાવે. બીજા ચિત્રકારે તે રંગ જ ન મંગાવ્યા. તેણે ભીંતને સાફ કરી ઘસવા માંડી, ઘસતાં ઘસતાં એને બિલેરી કાચ જેવી શુદ્ધ બનાવી. રાજાને બરાબર ખાનગી સમાચાર મળ્યા કરતા હતા : એક ચિત્રકાર નવા નવા રંગ દરરોજ મંગાવે છે અને બીજે ચિત્રકાર તે જાતે અને માણસને રાખીને ભીંતને ઘસ ઘસ કર્યા કરે છે, કાંઈ રંગ કે પછી મંગાવતે નથી. એ વાત સાંભળી રાજાને ઘણી નવાઈ લાગી. બને કારીગરોને છ માસને સમય આપવામાં આવ્યું હતું. રાજાજી જાતે નિહાળવા અગાઉથી મુકરર કરેલ દિવસે હાજર થયા. પ્રથમ ખૂબ રંગરોગાન વાપરનારનું ચિત્રકામ જોયું. રાજાને ચિત્રકારની દૈવી કળા માટે ખૂબ માન થયું. પછી રાજા બીજા ચિતારા પાસે આવ્યો. તેણે ભીંતને ઘસી ઘસીને બિલોરી કાચ જેવી બનાવી દીધી હતી, પણ તેના પર રંગનું છાંટણું પણ કર્યું ન હતું. રાજાને થયું કે એ ચિત્રકાર કાં તે ગાંડે અથવા તેરી હશે. એણે ચિત્રકારને પૂછયું કે આમાં ચિત્રકામ ક્યાં? ચિતારાએ કહ્યું : “વચ્ચે પડદો દૂર કરા.” પડદો દુર થતાં સામા ચિત્રકારની ભીંતનાં ચિત્રોની છાયા આ ભીંત પર પડી. અભુત દ નજરે પડ્યાં. સામેના ચિત્રકારનું કામ છાયાચિત્રમાં હજારગણું સુંદર રજૂ થયું. રાજાને આશ્ચર્ય લાગ્યું. ચિત્રકારે ખુલાસો કર્યો કે ચિતરામણ રજૂ કરવા માટે ભીંતની ભૂમિકાની શુદ્ધિ કરવી ઘટે અને ભીત શુદ્ધ થાય છે તેમાં જે છાયા પડે તે અલૌકિક સ્વરૂપ ધારણ કરે. રાજાને ખાતરી થઈ કે ચિતરામણ બરાબર કરવું હોય તે ભૂમિકાની શુદ્ધિ એ અગત્યની વસ્તુ છે. રાજાએ પ્રથમના ચિત્રકારને ઈનામ આપ્યું, પણ બીજા ભીંત ઘસનાર ચિતારાને ભારે સન્માનપૂર્વક મોટું ઈનામ આપ્યું. એટલા માટે ગપ્રગતિ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુને તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવાની ખૂબ જરૂર છે. આ ભૂમિક-શુદ્ધિ માટે ઉપર જણાવેલા ચારે પ્રકાર (દેવગુરુપૂજન, સદાચાર, તપ અને મેક્ષ અષ) એને વિશાળ અર્થમાં બહુ ઉપયેગી ભાગ ભજવે છે.