Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 508
________________ મમતા જેમ દુન્યવી સુખ માટે કામ પદાર્થ તથા તેના સાધનને અર્થ પદાર્થ ગણુએ છીએ, તેમ આત્માનું સુખ મેક્ષ છે અને તે મેળવવાનું સાધન ધર્મ છે. અર્થ એટલે અહીં એકલું દ્રવ્ય નહીં, પણ વિષયનાં તમામ | સાધને તે અર્થે અને વિષય સુખ તે કામ. એ જ રીતિએ શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ થાય તે ધર્મ અને તે દ્વારા મળતું શાશ્વત સુખનું સ્થાન તે મેક્ષ છે. અર્થ અને કામ, બે પુરૂષાર્થો લૌકિક છે. ધર્મ અને મેક્ષ બે પુરૂષાર્થો લોકોત્તર છે. લૌકિકમાં મૂંઝાએલા પ્રથમ તે અર્થ તરફ ઝૂકી રહ્યા છે. અર્થના મમત્વને લીધે ગુરૂના વેષમાં આવેલાની પણ વિચિત્ર દશા થાય છે અને ભગવાનના માર્ગને ઉઠાવનારા છે એ અર્થ કરે છે. એ દૃષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે કે કેઈક પરિગ્રહધારી ઉપદેશ દેવા પાટ ઉપર બેઠા. હાથમાં વીંટીઓ અને વેઢ પહેરેલાં છે. ભુજાએ કડાં વગેરે પણ પહેરેલાં છે. હવે તેમને શ્રી ઉપદેશમાળાની રાવણ એ ગાથાની વ્યાખ્યાને પ્રસંગ આવ્યો. પરિગ્રહની મમતાને લીધે અર્થ શબ્દથી છવાદિ પદાર્થ લઈને વ્યાખ્યા કરી. તે સભામાં એક શ્રાવક તત્ત્વને જાણકાર, સમજુ, ઠરેલ, વિવેકી તથા અનુભવી હતે, ભક્તિવાળો પણ હતા. તેણે તે અર્થ માનવાની ના કહી. પછી નવાણું જૂદા જૂદા અર્થ કરવામાં આવ્યા, પણ ઉપદેશમાળા ભણેલે તે શ્રાવક તે કબૂલ કરતું નથી, ત્યારે રત્નાકરસૂરિ સમજી ગયા. (અહીં કેઈ સેમપ્રભસૂરિ કહે છે.) શ્રાવકને કહી દીધું કે કાલે બરાબર અર્થ સમજાવીશ. સૂરિ સમજી ગયા કે આને વિટી કડાં વગેરે ખટકે છે. પિતાના પરિગ્રહનાં કિંમતી એવાં મોતી મંગાવી, વટાવી, તેને ચૂરે કર્યો. જતિનું દ્રવ્ય દહેરામાં ન ક૯પે ! મહાવ્રતને મલિન કરીને મેળવેલા દ્રવ્યને સંઘ પણ ન અડકે ! ઘોર પાપ લાગે!

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510