Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ યોગ્યતાને સક્રિય બનાવો કૂવામાં પાણી જરૂર છે; પરંતુ એ પોતાની મેળે બહાર નથી જ આવતું. એને બહાર લાવવા કાં તો કૂવા પર પમ્પ લગાડવો પડે છે અને કાં તો બાલદી વાટે એને બહાર લાવવું પડે છે. કબૂલ, આપણી પાસે યોગ્યતા છે જ. આરાધના માટેનો ઉત્સાહ છે જ. સ્વાધ્યાય માટેની લગન છે જ. તપશ્ચર્યા અંગેનું જરૂરી સત્ત્વ છે જ; પરંતુ એ તમામનું પોત છે કૂવામાંના પાણી જેવું. ગુરુદેવની પ્રેરણા વિના, શાસ્ત્રવાંચનના નિમિત્ત વિના, કોક શુભ આલંબન વિના એમાંનું કાંઈ જ સક્રિય બનતું નથી. જો આપણે પ્રેરણા ઝીલતા રહેવામાં દાખવતા રહ્યા બેદરકારી, શાસ્ત્ર વાંચનની કરતા રહ્યા ઉપેક્ષા, શુભ આલંબનો પ્રત્યે કરતા રહ્યા આંખમીંચામણાં તો નિશ્ચિત સમજી રાખવું કે આપણી પાસે રહેલ યોગ્યતા વગેરે બધું ય એમ ને એમ પડ્યું રહેશે. કૂવામાં જ પડ્યા રહેતા પાણીમાં કચરો પડ્યા કરે છે. સુષુપ્ત રહી જતી યોગ્યતા સમય જતાં નિષ્પ્રાણ બની જાય છે. ૩૩ CollectacologNoteback સફળતાનો સરળ રસ્તો પાંખ હોવા છતાં જો પંખી ઊડવા તૈયાર થતું જ નથી તો પછી એને પંખી કહેવાનો અર્થ જ શો છે ? પંખીનો અર્થ જ થાય છે, જેની પાસે પાંખ છે. ‘પાંખ’ શબ્દની સાર્થકતા જ પંખી ઊડે એમાં છે. કબૂલ, આપણી પાસે આત્મવિશ્વાસ છે. છતાં જો આપણે સાધના અંગેના એક પણ પ્રકારના જોખમને ઉઠાવવા તૈયાર નથી, કાલ્પનિક ભયના શિકાર બન્યા રહીને કઠોર તપશ્ચર્યાના માર્ગે કદમ મૂકવા તૈયાર નથી, સ્વાધ્યાયક્ષેત્રે પ્રચંડ પુરુષાર્થ આદરવા તૈયાર નથી, અપરિચિત ક્ષેત્રમાં વિચરવા તૈયાર નથી, અજ્ઞાત ઘરોમાં ગોચરી જવા તૈયાર નથી, પ્રમાદસેવન છતાં અહંકાર તૂટવાના ભયે પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર નથી તો પછી આપણી પાસે આત્મવિશ્વાસ હોવાનો અર્થ જ શું છે ? યાદ રાખજો. પાંખ છે જો પંખી પાસે તો માળો છોડીને એણે આકાશમાં ઊડવું જ રહ્યું. આત્મવિશ્વાસ છે જો આપણી પાસે તો અનુકૂળતાના કોચલામાંથી બહાર આવી જઈને આપણે સાધના માર્ગનાં જોખમો ઉઠાવવા જ રહ્યા ! વર્ષ ૧૦ jpeybo

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51