Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૩૮ ]
[ અણગારનાં અજવાળા જ્ઞાતિ : વિશા ઓસવાલ. સંપ્રદાય : અજરામર સંપ્રદાય. (પૂ. અજરામરજી સ્વામીનાં માતુશ્રી) દીક્ષા : પૂ.શ્રી હીરાચંદજી સ્વામી. ગુરુણી : પૂ.શ્રી જેઠીબાઈ સ્વામી.
વિ.સં. ૧૮૧૯, મહા સુદ-૫.
___“समयं गोयम् मा पमायए હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો; મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો; પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ ખોવી, એ એક ભવ હારી જવા જેવું છે.” ભગવાન મહાવીર ઉ. સૂત્ર.
જરા ઝાંકિએ : માનવજીવનમાં ચઢ ઊતરફ તેજ-છાયા; લઘુ-ગુરુ એમ ઉભય દ્વન્દ્રચક્ર ચાલતું જ રહે છે તેમ તેના, ધર્મપથ ઉપર પણ ઐતિહાસિક મૂલ્યોનાં દ્વાસ અને ઉત્થાન અને પતન વગેરે ચક્રો ગતિમાન થાય છે. તેમ એક વખત એવો પણ આવ્યો કે હિંસા, જડતા, અંધશ્રદ્ધા, વહેમો વગેરેના વિપત્તિઓનાં વાદળોથી જૈન ધર્મ ઘેરાઈ ગયો હતો. જ્ઞાન-ક્રિયામાં અસમતુલા પેદા થઈ. ધર્મમાં ચારિત્રમાર્ગે શિથિલતા પ્રવેશી. ફાંટા પડ્યા હતા. આર્યદેશની અચળ ભૂમિ પર પરદેશી રાજાઓનાં આક્રમણો થયાં ત્યારે કાળના પ્રવાહોમાં પરિવર્તનો સ્વાભાવિક રીતે જ આવે અને તેમાંથી બહાર નીકળી આ પરિવર્તનોને ઉત્કર્ષાભિમુખ કરવા હંમેશ મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થાય છે.
તેવી રીતે વિ.સં. ૫૧૦માં દેવર્કિંગણિ ક્ષમાક્ષમણ વગેરે આઠ આચાર્યોએ આ અપકર્ષાભિમુખ ગતિને અટકાવી. વળી દુકાળ પડ્યો અને પરિસ્થિતિ બદલાતી જતી હતી. ત્યાં સંવત ૧૫૩૧માં ધર્મને નામે થતી હિંસા, આચાર-શિથિલતાને અટકાવવા લોંકાશાહે સૂત્રોનો આધાર લઈ આચારશુદ્ધિનો માર્ગ પ્રકાશ્યો. વળી ઉત્કર્ષાભિમુખમાંથી પતનની શરૂઆત થઈ. ત્યાં અઢારમી સદીની શરૂઆતમાં લવજીષિ, ધર્મસિંહમુનિ અને ધર્મદાસજી મહારાજ સા. આ પરિસ્થિતિનો પુનરુદ્ધાર કરવા પ્રગટ થયા. તેમનાથી ત્રણ સ્થાનકવાસીના સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી જુદો પડી